એક સમય હતો જયારે ઘરમાં સંડાસ બાથરૂમની જગ્યા ઘરની બહાર જ રાખવામાં આવતી. આજે પણ ઘણા ગામડાઓમાં જોવા જઈએ તો સંડાસ બાથરૂમ તમને ઘરની બહાર જ જોવા મળશે, કારણ કે આપણા પૂર્વજો માનતા આવ્યા છે કે સંડાસ અને બાથરૂમમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે જે ઘરની અંદર ના પ્રવેશે માટે તે બહાર જ રાખવા જોઈએ. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ જોઈએ તો સંડાસ બાથરૂમમાં રહેલા બીમારીઓના કીટાણુ પણ ઘરમાં ના પ્રવેશ કરે માટે પણ તેની જગ્યા બહાર રાખવામાં આવતી હોય છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ ઘરની અંદર સંડાસ બાથરૂમ રાખવા યોગ્ય માનવામાં નથી આવતું પરંતુ આજે શહેરોમાં જગ્યાના અભાવ અને નાના ઘરોમાં રહેવાના કારણે ઘરની અંદર જ સંડાસ બાથરૂમ બનાવવામાં આવે છે. વળી સુવિધાની વાત કરીએ તો આજે માણસ સુવિધા અને પ્રાઇવસીથી ટેવાઈ ગયો છે જેના કારણે ઘરમાં પોતાના બેડરૂમની અંદર જ એટેચ ટોયલેટ બાથરૂમ રાખવામાં આવે છે. ત્યારે કેટલીક જો સાવધાની ના રાખવામાં આવે તો આપણે પણ આ વ્યવસ્થાના કારણે મુશ્કેલીમાં મુકાઈ શકીએ છીએ.

આજના સુવિધાયુક્ત જીવનના કારણે આપણે ઉભી કરેલી સગવડોના ઉપાય માટે જ્યોતિષો દ્વારા કેટલાક એવા સૂચનો કરવામાં આવ્યા છે જેના દ્વારા તમે બેડરૂમના એટેચ ટોયલેટ બાથરૂમ હોવા છતાં પણ મુસીબતોમાંથી બચી શકો છો.. ચાલો જાણીએ કેવી રીતે?

- અરીસો આ રીતે લગાવવો:
બાથરૂમની અંદર ક્યારેય અરીસાને દરવાજાની સામે રાખવો ના જોઈએ, કારણ કે જયારે જયારે બાથરૂમનો દરવાજો ખુલે છે ત્યારે ત્યારે ઘરની નકારાત્મક ઉર્જા બાથરૂમમાં પ્રવેશ કરે છે અને આવા સમયે જો દરવાજાની સામે જો અરીસો હશે તો દરવાજો ખુલતાની સાથે ઘરની નકારાત્મક ઉર્જા બાથરૂમના દરવાજા સાથે ટકરાઈને પછી ઘરમાં જ પ્રવેશ કરશે. - પાણીના નિકાલની યોગ્ય દિશા:
બાથરૂમની અંદરના પાણીના નિકાલની દિશા હંમેશા ઉત્તર તરફ હોવી જોઈએ. જો શક્ય હોય તો બાથરૂમ ઘરની અંદર પશ્ચિમ-દક્ષિણ દિશામાં બનાવવું જોઈએ. જો આ શક્ય ના હોય તો તમે ઉત્તર-પશ્ચિમ દિશામાં પણ બાથરૂમ બનાવી શકો છો. - બાથરૂમમાં રાખી દો આ વસ્તુ:
મીઠાની અંદર સૌથી વધુ આકર્ષણની ક્ષમતા હોય છે. એક વાટકીમાં આખું મીઠું ભરી અને બાથરૂમની અંદર કોઈ યોગ્ય જગ્યાએ મૂકી દેવું. મીઠું બાથરૂમની અંદર વ્યપાયેલી નકારાત્મક ઉર્જાને બાંધી રાખી તેને બેડરૂમ સુધી પહોંચવા દેશે નહિ. - સાફ-સફાઈનું રાખો ધ્યાન:
જો તમારા ઘરની અંદર પણ એટેચ સંડાસ બાથરૂમ છે તો તેની સાફ-સફાઈનું પણ તમારે પૂરતું ધ્યાન રાખવું જોઈએ. ઓછામાં ઓછું દિવસમાં બે વાર બાથરૂમને જો તમે સાફ કરશો તો નકારાત્મક ઉર્જા બેડરૂમ સુધી પહોંચી શકશે નહિ. - બાથરૂમના દરવાજાને ક્યારેય ખુલ્લો ના રાખવો:
જો તમારા બેડરૂમની અંદર જ એટેચ બાથરૂમ છે તો તેના દરવાજાને તમારે ક્યારેય ખુલ્લી રાખવો નહિ. કારણ કે બેડરૂમ અને બાથરૂમની ઉર્જાનું આદાન-પ્રદાન આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું નથી હોતું. - આછા રંગની ટાઇલ્સનો કરો ઉપયોગ:
ઘાટો રંગ હંમેશા આપણને નકારાત્મક વિચારો તરફ અને નકારાત્મક ઉર્જાનો સંચાર કરતો હોય છે માટે બાથરૂમ માટે જયારે ટાઈલ્સની પસંદગી કરો ત્યારે હંમેશા આછા રંગની જ ટાઇલ્સ પસંદ કરવી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.