વાયરલ

આ પોલીસ કર્મીએ જણાવ્યું કેવી રીતે કોઈ તમારા એટીએમથી પૈસા કાઢી શકે છે, ખુબ જ મહત્વનો વીડિયો

આજકાલ લોકો છેતરામણીનો શિકાર બનતા હોય તેવા ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. આજના સમયમાં ટેકનોલજીના ઉપયોગથી લોકો તમારા ખાતામાં રહેલા પૈસા પણ પડાવી લેતા હોય છે. ત્યારે અમે તમને આજે એક પોલીસકર્મી દ્વારા બનાવવામાં આવેલો એક વીડિયો બતાવીશું જેની અંદર જોઈ શકાય છે કે તમે કેવી રીતે તમારું એટીએમ સુરક્ષતિ રાખી શકો છો.

આ વીડિયોને દયાનદં કામ્બલેએ પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર શેર કર્યો છે, જેની અંદર એક પોલીસ કર્મી જણાવી રહ્યો છે કે કેવી રીતે ફ્રોડ કરનારા લોકો એટીએમની અંદર કેટલીક વસ્તુઓ લગાવી અને તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. આ વીડિયોમાં પોલીસકર્મી મરાઠી ભાષાની અંદર જ બધી માહિતી આપી રહ્યો છે.

વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એટીએમ કાર્ડ નાખવાની જગ્યા ઉપર એક બીજું ડિવાઈઝ લગાવેલું છે, તો પાસવર્ડ નાખવાની જગ્યા ઉપર પણ એક કેમેરા અને એક ડિવાઈઝ જોવા મળે છે, જેના દ્વારા છેતરપિંડી કરનારા સરળતાથી તમારા એકાઉન્ટની માહિતી મેળવી શકે છે.