મનોરંજન

“કાળો છે કાન, અને રાધા છે ગોરી” આ સાંભળ્યું હતું આજે જોઈ પણ લઈએ, આ કોઈ સરકારી નોકરીનો કમાલ નથી

શ્યામ રંગને સામાન્ય દેખાવવાળા આ યુવકની મજાક ઉડાવતા પહેલા એક વાર જાણી લો કોણ છે આ?

આપણો દેશ કેટલો પણ આગળ કેમ ન વધી જાય પણ આપણે ત્યાં હજુ પણ ઘણીવાર લોકોએ રંગભેદનો ભોગ બનવું જ પડે છે.

આવું માત્ર સામાન્ય લોકો સાથે જ થાય છે એવું નથી પણ મનોરંજન જગત સાથે જોડાયેલા લોકો સાથે પણ આ રંગભેદ થાય છે, તેનું જ એક ઉદાહરણ જોવા મળ્યું હતું, ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનમાં, જ્યાં શાહરુખ ખાનની બાજુમાં ખૂબ જ કાળી ત્વચા ધરાવતો વ્યક્તિ બેઠો હતો અને તેની તસ્વીરો વાયરલ થયા પછી લોકોએ તેની પર રંગભેદની ટિપ્પણીઓ કરી હતી.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનમાં ‘કોલકાતા નાઈટ રાઇડર્સ’ અને ‘ચેન્નઈ સુપર કિંગ્સ’ વચ્ચે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતેની મેચ દરમિયાન શાહરૂખ ખાનની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, પરંતુ તે તસ્વીર શાહરુખ ખાનના કારણે નહીં પરંતુ તેની બાજુમાં બેસેલા એક અજાણ્યા વ્યક્તિને કારણે થઇ હતી, જેનો રંગ કાળો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસ્વીરમાં કિંગ ખાન સાથે બેસીને એક વ્યક્તિ મેચની મજા માણતો જોવા મળે છે, પણ તેની ત્વચાના કાળા રંગને કારણે સોશિયલ મીડિયા પર લોકોએ તેની ખૂબ જ મજાક ઉડાવી હતી. જણાવી દઇએ કે,

આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. સ્ટેડિયમના વીઆઈપી સ્ટેન્ડમાં શાહરૂખની બાજુની સીટ પર બેઠેલા વ્યક્તિનું નામ એટલી કુમાર છે. દુનિયામાં ઘણા પ્રકારની જોડીઓ બનતી હોય છે, જેનો એકબીજા સાથે દૂર દૂર સુધી કોઈ મેલ ના ખાતો હોય છતાં પણ બંને વચ્ચે પ્રેમ અનહદ હોય છે.  ઘણા લોકોની જોડીઓ ઉપરવાળા નહિ પરંતુ સરકારી નોકરી બનાવે છે. સરકારી નોકરી હોવાના કારણે સારા ના દેખાતા છોકરાઓને પણ રૂપાળી છોકરીઓ મળે છે.

Image Source

થોડા સમયથી સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઇ રહ્યો છે, અને મોટાભાગના લોકો કહે છે કે આ સરકારી નોકરીનો કમાલ છે, પણ હકીકત સૌ જુદી છે. સોશિયલ મીડિયા ઉપર માત્ર આ અફવા જ છે કે ફોટોમાં દેખાતા આ કાળા વ્યક્તિની સરકારી નોકરીના કારણે સુંદર અપ્સરા જેવી દેખાતી પત્ની મળી છે. આજે અમે તમને આ કપલ વિશેની તમામ હકીકત જણાવીશુ.

Image Source

આ તસ્વીરમાં જોવા મળતું કપલ પહેલી નજરે તો કોઈને ના ગમે પણ આ બનેંને એકબીજા સાથે ખુબ જ પ્રેમ છે. આ વ્યક્તિ કોઈ સરકારી કર્મચારી નથી પરંતુ તમિલ ફિલ્મોનો એક બહુ જ મોટો ડાયરેક્ટર છે. જેનું નામ એટલી કુમાર છે તેને ઘણી બધી ફિલ્મોમાં ડાયરેક્શન કર્યું છે.

Image Source

તસ્વીરમાં દેખાઈ રહેલા આ જોડા વચ્ચે લગભગ 6 વર્ષ સુધી પ્રેમ ચાલતો રહ્યો અને છેલ્લે બંનેએ વર્ષ 2014માં લગ્ન કરી લીધા હતા. તેમના લગ્નમાં સાઉથ ફિલ્મ જગતના ઘણા દિગ્ગ્જ્જો હાજર રહ્યા હતા. કદ કાઠી અને રંગ રૂપને લઈને પહેલા ઇટલી કુમારનો ઘણો મઝાક પણ બનાવવામાં આવતો હતો.

Image Source

એટલી કુમારે ફિલ્મ રાજારાણી દ્વારા સાઉથ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું અને આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ખુબ જ સફળ રહી હતી. માત્ર 4 અઠવાડિયામાં આ ફિલ્મે 100 કરોડનો બિઝનેસ કર્યો હતો અને તેના માટે એટલી કુમારને બેસ્ટ ડેબ્યુ નિર્દેશક તરીકેનો ફિલ્મ ફેયર પણ મળ્યો હતો.

Image Source

હાલમાં જયારે એટલી મોટામોટા દિગ્ગજ અભિનેતાઓ સાથે કામ કરી રહ્યો છે તો તેની પત્ની કૃષ્ણા સાઉથ ફિલ્મોની એક મોટી અભિનેત્રી છે. તમિલ ફિલ્મ્સ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે ક્રિષ્ના પ્રિયા

– સાઉથના એટલીની પત્ની ક્રિષ્ના પ્રિયા સાઉથની ફિલ્મ અને ટીવી ટીવીનું જાણીતું નામ છે. તેણે તમિલ ‘સિંઘમ’ અને ‘સિંઘમ-2’જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે.

– તેની પત્ની પ્રિયાની એટલી સાથે પહેલી મુલાકાત તમિલ સીરિયલ ‘કના કાનુમ કાલંગલ’માં કામ કરી હતી. આ ટીવી શો 2006થી 2008 વચ્ચે તમિલ ચેનલ વિજય ટીવી પર ઓનએર થઈ હતી.

– આ ટીવી શોમાં વર્ક કરી રહેલા શિવા કાર્તિકેયન એટલીનો મિત્ર છે. શિવા દ્વારા જ એટલીની ક્રિષ્ના પ્રિયા સાથે મિટિંગ થઈ.

– પછી આ ડાયરેક્ટરે એક શોર્ટ ફિલ્મ બનાવી. તેના પ્રીમિયરમાં પ્રિયા પણ આવી. અહીં ક્રિષ્ના પ્રિયા અને એટલી ફેમિલી પણ એકબીજાને મળ્યા અને બન્ને ફ્રેન્ડ બની ગયા. – 8 વર્ષની મિત્રતા બાદ બન્નેએ વર્ષ 2014ના નવેમ્બર મહિનામાં લગ્ન કરી લીધા.