પોલિસવાળાની ગ્રેજ્યુએટ દીકરી આજે મોસ્ટ વોન્ટેડ : ક્યાં છે અતીક અહમદની પત્ની શાઇસ્તા પરવીન ? ઘરેલુ મહિલા અને રાજનીતિથી લઇ જુર્મની દુનિયા સુધી કરી સફર

ગુંડા અતીક અહમદની પત્ની ક્યાં ભાગીને છુપાઈ ગઈ છે, ના દીકરાના ચહેરા પર છેલ્લીવાર હાથ ફેરવી શકી, ના પતિની હત્યા બાદ આંસુ વહાવી શકી- આ સજા તો મોતથી પણ ભયાનક છે

કહેવાય છે ને કે સમય બદલાતા મોડુ નથી થતુ અને સમયનું પૈડુ ફરતું જ રહે છે. કેટલાક વર્ષો પહેલા અતીકના પરિવારનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં અતીક તેના દીકરાને ફાયરિંગ કરવાનું શીખવી રહ્યો હતો. બસ થોડા વર્ષો જૂની વાત છે, ત્યારે કદાચ અસદની ઉંમર 11 વર્ષની આસપાસ હશે. જ્યારે અતીક તેના દીકરાને એક લગ્નમાં ફાયરિંગ કરવાનું શીખવી રહ્યો હતો તેનો પરિવાર ખુશ થઇ રહ્યો હતો. અતીકની પત્ની શાઇસ્તા પણ પતિના બધા જ ખરાબ કામમાં સાથ આપતી. અહીં સુધી કે બાળકોની પરવરિશ પણ તે અંદાજમાં કરવામાં આવી જેવી અતિક ઇચ્છતો હતો.

ત્યારે તે ડોનની પત્ની બનીને ખુશ હતી, તે ખુશ હતી કે બાળકોના હાથમાં બુકની જગ્યાએ બંદૂક થમાવી પણ તેને એ નહોતી ખબર કે તેના કર્મ એક દિવસ તેને એને પરિવારને બર્બાદ કરી દેશે. ઝરા વિચારો કે એક મહિલા માટે એનાથી વધારે સજા શું હોઇ શકે કે ત્રણ દિવસની અંદર દીકરો અને પતિ બંને માર્યા ગયા અને તે મહિલા ના તો મરેલા દીકરાના ચહેરા પર હાથ ફેરવી શકી ના તો પતિની મોત બાદ છેલ્લે તેને જોઇ આંસુ વહાવી શકી. દીકરાની કબ્ર ખોદાઇ રહી હતી પણ માં ક્યાંક છુપાયેલી હતી.

તે ઇચ્છવા છત્તાં પણ દીકરાને એકવાર ન જોઇ શકી. તે તેના દીકરાના માથા પર છેલ્લીવાર હાથ ન ફેરવી શકી. જણાવી દઇએ કે, શાઇસ્તા અને અતીકના લગ્ન વર્ષ 1996માં થયા હતા. તે બધા ખરાબ અને સારા સમયમાં પતિ સાથે ઊભી રહી, પણ આ મહિલાના કર્મોનું ફળ જુઓ કે જ્યારે પતિ અતીક અહમદ હંમેશા માટે આ દુનિયામાંથી ચાલ્યો ગયો તો તે છેલ્લીવાર તેને જોઇ પણ ન શકી. અતીકના જેલમાં રહેતા પણ તે સતત તેના પતિ સાથે વાત કરતી હતી.

અતીકની ગેરહાજરીમાં ગેંગને ચલાવવાની પૂરી જવાબદારી શાઇસ્તાએ લઇને રાખી હતી, પણ ત્રણ દિવસમાં પૂરી તસવીર જ બદલાઇ ગઇ. અતિક અને અસદને તો મોત મળી ગઇ પણ શાઇસ્તાનું જીવન તો જીવતા જીવતા જ મોતથી બદતર થઇ ગયુ છે. ના દીકરા અને પતિની મોત થઇ પણ બધી હાલતમાં સાથ આપનાર દિયર પણ મરી ગયો. શાઇસ્તાના બે દીકરા જેલમાં છે, જ્યારે બે બાલસુધાર ગૃહમાં. પોતે શાઇસ્તા પણ ભાગેડુ અપરાધી ઘોષિત થઇ ચૂકી છે.

Image source

જણાવી દઇએ કે, અતીક અહમદ ભણેલો નહોતો પણ શાઇસ્તા પરવીન ભણેલી ગણેલી હતી, તેના પિતા ઉત્તરપ્રદેશમાં પોલિસ હતા. ગ્રેજ્યુએશન સુધી શાઇસ્તાએ અભ્યાસ કર્યો હતો પણ અતીક સાથે લગ્ન બાદ તે કાળા કારોબારમાં રચાઇ ગઇ. તેણે પતિને ના તો કોઇ સવાલ કર્યા અને ના તો પતિને ખરાબ કામ કરવાથી રોક્યો. ઉપરથી તેણે પણ પતિની રાહ પકડી લીધી અને તે અપરાધના દલદલમાં ફસાતી ગઇ. અહીં સુધી કે તેના બાળકો પણ તે જ દલદલમાં ખેંચાઇ ગયા. હાલ તો અતીકની પત્ની ફરાર ચાલી રહી છે અને પોલિસ તેની શોધ કરી રહી છે.

Shah Jina