“આવવા દો જેલમાં..ત્રણેયમાંથી કોઈને નહિ છોડું !” પિતા અને કાકાના મોત બાદ ગુસ્સે ભરાયો અતિકનો દીકરો અલી, જુઓ શું કહ્યું ?

પહેલા ભાઈનું એન્કાઉન્ટર અને પછી ગેંગસ્ટર અતિક અને તેના ભાઈની હત્યા બાદ ગુસ્સામાં લાલ પીળો થયો જેલમાં બંધ તેનો દીકરો, બૂમો પાડી પાડીને કહી રહ્યો છે, “ત્રણેયનો હિસાબ ચૂક્તે કરીશ..”

હાલ દેશભરમાં ગેંગસ્ટર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાનો મામલો સતત ચર્ચામાં ચાલી હર્યો છે. તેમના મોત બાદ પ્રયાગરાજમાં માફિયાગીરીના પ્રકરણનો પણ અંત આવ્યો હતો, પરંતુ અતીકનુ મોત નવા માફિયારાજનું કારણ બની શકે છે. બંનેની પોલીસ કસ્ટડીમાં હત્યા કરવામાં આવી હતી.

આ હત્યાના કારણે અતિક અને તેના ભાઈની હત્યા કરનારા 3 શુટરોને જેલમાં બંધ અતિકના દીકરાથી ખતરો છે. પ્રયાગરાજની નૈની જેલમાં બંધ અતીકના પુત્ર અલી અહેમદે આ ત્રણ શૂટરોને નહિ છોડવાની ધમકી પણ આપી છે. હકીકતમાં નાના ભાઈ અસદના એન્કાઉન્ટર બાદ પિતા અને કાકાની હત્યાને લઈને નૈની જેલમાં અલી અહેમદે હત્યા કરવા વાળા શુટરો પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

તેણે કહ્યું કે તે ત્રણેયને છોડશે નહિ. અલી અહમદે હિસાબ ચૂકતે કરવાની પણ ધમકી આપી છે.  તમને જણાવી દઈએ કે નૈની જેલમાં અલી અહેમદ ઘાયલ હોવાના સમાચાર પણ આવ્યા હતા. જો કે, આ વાતને નકારીને જેલ પ્રશાસને કહ્યું છે કે અલી સંપૂર્ણપણે સ્વસ્થ છે. મીડિયા રિપોર્ટ અનુસાર અલી નૈની જેલમાં છે.

અતીક અને અશરફ અહેમદની હત્યા કરનારા ત્રણ આરોપીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સની, લવલેશ અને અરુણને નૈની જેલમાંથી પ્રતાપગઢ જેલમાં ખસેડવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર અલીને જ્યારે અતીકની હત્યાની જાણ થઈ ત્યારથી તે ઉશ્કેરાયો હતો. સોમવારે નૈની જેલમાં અલી અહેમદના ગુસ્સે હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા.

તેના દિવાલ સાથે તેનું માથું અથડાવાના સમાચાર પણ આવ્યા હતા, પરંતુ જેલ પ્રશાસને તેને અફવા ગણાવી હતી અને કહ્યું હતું કે અલી સંપૂર્ણપણે સ્વસ્થ છે. અલી અહેમદ જેલની અંદર ગુસ્સામાં બૂમો પાડી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે તે ત્રણેય શૂટરોને છોડશે નહીં. તે કહેતો હતો કે તેમને અહીં આવવા દો, હું તેમનો હિસાબ ચૂક્તે કરીશ.

Niraj Patel