રાનુ મંડલ હાલના સમયમાં ચારે બાજુ ચર્ચાનો વિષય બનેલી છે. રેલવે સ્ટેશન પર ગીતો ગાઈને પોતાનું ગુજરાન ચલાવતી રાનું મંડલનના ગીત ગાઈ રહેલા વીડિયોને અતીંદ્ર ચક્રવર્તી અને તપન દાસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેના દ્વારા રાનુ રાતોરાત સ્ટાર બની ગઈ હતી. રાનુને હવે મોટા મોટા ઓફર્સ મળવા લાગ્યા છે અને હિમેશ રેશમિયાની ફિલ્મ માટે ગીતો પણ રેકોર્ડ કરી ચુકી છે.

આ વચ્ચે રાનુ મંડલની દિકરી એલિજાબેથ સાતી રૉયએ અતીંદ્ર ચક્રવર્તી અને તપન દાસ પર ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. એવામાં આ મામલા પર રાનુ મંડલે પોતાની ચુપ્પી તોડતા હકીકત જણાવી છે.

ઇંન્ટરવ્યુમા રાનુ મંડલએ કહ્યું કે અતીંદ્ર અને તપન દાસ મારું ખુબ જ સારી રીતે ધ્યાન રાખી રહ્યા છે. મને એ વાતની કોઈ જ જાણકારી નથી કે મારી દીકરીને કોણે ધમકી આપી છે”. એલિજાબેથના આરોપ પછી અતીંદ્ર જે હાલ રાનુના મૅનેજર છે તેનું પણ મંતવ્ય સામે આવ્યું છે.

અતીંદ્રએ કહ્યું કે,”એલિજાબેથને આવા આરોપને લીધે ક્યારેય માફ નહીં કરીયે. મારી પાસે કામ છે અને અમારે કોઇની પણ પાસેથી પૈસા નથી જોતા. રાનુજીની સાથે અમે આગળના એક મહિનાથી શું કામ કર્યું છે એ કહેવાનો કોઈ જ ફાયદો નથી”. રાનુ અને તેની દીકરી આગળના 10 વર્ષોથી સંપર્કમાં ન હતા. એવામાં રાનુંનો વિડીયો વાઇલર થયા પછી એલિજાબેથ રાનુને મળવા માટે આવી હતી.

જણાવી દઈએ કે આરોપમાં એલિજાબેથે કહ્યું કે, અતીંદ્ર અને તપન તેને પોતાની માં ને મળવા દઈ રહ્યા નથી, જયારે કોશિશ કરવા પર પણ તેના પગ તોડી નાખવાની ધમકી આપી છે. એલિજાબેથનું કહેવું છે કે તેઓ મને લઈને મારી માં સાથે ભડકાવવા માંગે છે.

એલિજાબેથે આગળ કહ્યું કે,”અતીંદ્ર અને તપન દાસ બંન્ને મારી માં નું કામકાજ સંભાળી રહ્યા છે. તેઓ મને ન તો માં ને મળવા દઈ રહ્યા છે કે ન તો ફોન પર વાત કરવા દઈ રહ્યા છે. જો કોઈ પગલું લઈશ તો તેની નકારાત્મક અસર મારી માં પર પડશે અને તે પોતાના કામમાં ધ્યાન લગાવી શકશે નહીં. મારી માં ની માનસિક સ્થિતિ હજી પુરી રીતે ઠીક નથી અને મીડિયા પણ લગાતાર તેને વાત કરવાનો દબાવ આપી રહી છે”.

‘તેઓ માં ની સાથે હોવાનું નાટક કરી રહ્યા છે, વાસ્તવમાં ક્લબના સદસ્યો પણ મારી માં ના પૈસાનો દુરઉપીયોગ કરી રહ્યા છે, બંન્ને મારી માં સાથે મુંબઈ જાય છે, પણ મને માં સાથે મુંબઈ જવા દેવામાં નથી આવતી. માં ના ઘરે જરૂરી વાસણ પણ નથી, તેના માટે તપન માં પાસેથી પૈસા લેતો રહે છે. તેણે માં ના ખાતામાંથી 10,000 રૂપિયા લીધા અને માત્ર એક સૂટકેસ અને એક જોડી કપડા જ ખરીદ્યા છે, હું તેના પર બિલકુલ પણ ભરોસો નથી કરતી. હું મારી માં ની સાથે રહેવા માંગુ છું અને તેને મારી જ પાસે રાખવા માંગુ છું”.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks