ખબર

મેનેજર પર હાથ-પગ તોડી નાખવાની ધમકી આપવાના આરોપ પર રાનું મંડલનું આવ્યું મંતવ્ય, કહ્યું-દીકરીને કોઈ…

પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશન પર લતાજીના ફેમસ ગીત ‘એક પ્યાર કા નગમાં હૈ’ ગાઈને લોકપ્રિય થયેલી રાનુ મંડલ આજે ચારે તરફ ચર્ચાનો વિષય બની ગઈ છે. એવામાં હિમેશ રેશમિયા એ રાનુને ગીત ગાવાનો મૌકો આપ્યો છે અને રાનુ હિમેશ રેશમિયાની ફિલ્મ માટે અમુક ગીતો પણ રેકોર્ડ કરી ચુકી છે. એવામાં રાનુ મંડલે દીકરી એલિજાબેથ દ્વારા તેના મેનેજર પર લગાવેલા આરોપને ખોટા જણાવ્યા છે.

Image Source

રાનુએ કહ્યું કે,”પોતાની દીકરીને કોઈક ગેરસમજ થઇ છે કે પછી તેને કોઈક ભડકાવી રહ્યું છે. અતીન્દ્ર અને તપન બંન્ને મારુ ખુબ સારી રીતે ધ્યાન રાખી રહ્યા છે. મને નથી ખબર કે કોણ મારી દીકરીને ધમકી આપી રહ્યું છે. દરેક કોઈને જીવવા માટે ભોજન, ઠીક-ઠાક કપડા અને રહેવા માટે જગ્યાની જરૂર હોય છે અને ભગવાનની કૃપાથી આ બધું મારી પાસે છે”.

Image Source

રાનુએ આગળ કહ્યું કે,”તપને મારી પાસેથી 10,000 રૂપિયા લીધા હતા જે કપડા, ઘરનો સામાન લેવામાં અને આવવા-જવામાં ખર્ચ થઇ ગયા”. રાનુને ફેમસ કરનારા અતીન્દ્ર ચક્રવર્તી રાનુના બધા જ કામ-કાજની દેખરેખ રાખે છે અને રાનુ તેને પોતાના દીકરાની જેમ જ રાખે છે.

Image Source

પણ રાનુની દીકરીએ અતીન્દ્ર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. એલિજાબેથનું કહેવું કહ્યું હતું કે,”એવું લાગી રહ્યું છે કે જાણે અતીન્દ્ર અને તપન જ મારી માં ના સગા દીકરાઓ હોય. અતીન્દ્ર અને તપન અમુક અન્ય લોકોની સાથે મળીને મને ધમકી આપી રહ્યા છે કે જો હું માં ને મળવાની કોશિશ કરીશ, તો તેઓ મારા હાથ-પગ તોડાવી નાખશે. તે લોકો મને મારી સાથે વાત પણ કરવાથી રોકે છે. મને સમજમાં નથી આવતું કે હું શું કરું”.

Image Source

જણાવી દઈએ કે અતીન્દ્ર ચક્રવતી અને તપને જ રાનુનો ગીત ગાઈ રહેલો વિડીયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. રેલવે સ્ટેશન પર ગીતો ગાતી રાનુ મંડલને આજે પુરા દેશનો પ્રેમ મળી રહ્યો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks