બોલિવૂડ સિંગર આતિફ અસલમની પત્નીના હુસ્નના દિવાના છે લાખો લોકો, જુઓ તસવીર

દિગ્ગજ સિંગર આતિફની પત્ની દેખાય છે અપ્સરા જેવી, બોલિવૂડ હસીનાઓને આપે છે ટક્કર, જુઓ PHOTOS

તેના અવાજ અને ગાયિકાથી લોકોના દિલ પર રાજ કરવા વાળો સિંગર આતિફ અસલમ પાકિસ્તાનથી છે પરંતુ ભારતમાં ખુબ જ મશહૂર છે.

આતિફના ગીત તૂટેલા દિલ લોકો માટે મલમનું કામ કરે છે. આતિફે બોલિવૂડની ઘણી બધી ફિલ્મો માટે શાનદાર ગીત ગાયા છે. આતીફ જયારે ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે લાખો છોકરીઓ તેના પર ફિદા હતી પરંતુ આતિફનું દિલ સારા ભરવાન પર આવી ગયું હતું.

બંનેએ વર્ષ 2013માં લગ્ન કરી લીધા હતા. જયારે પહેલી વાર સારાની તસવીર સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ હતી ત્યારે ચાહકો હેરાન થઇ ગયા હતા.

આતિફના ગીતો જેટલા સુંદર છે તેટલી જ સુંદર તેની પત્ની સારા અને તેમની ફેમિલી લાઈફ. સારાની ઘણી બધી તસવીરો સોશ્યિલ મીડિયા પર છે જેમાં તેની સુંદરતા જોઈ શકાય છે. સારા અને આતીફે 7 વર્ષ સુધી  ડેટ કરી હતી બાદમાં બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું હતું.

તેમને બે બાળકો પણ છે. આતિફની પત્નીએ તેના હુસ્નને હિન્દુસ્તાન અને પાકિસ્તાન બંને મુલ્કના લોકોને દીવાના બનાવેલા છે. સારા ભરવાનની આંખ ખુબ જ મોટી છે અને સુંદર પણ છે.

સારા ભરવાન મિનિમલ મેકઅપમાં જ જોવા મળે છે. સારા મેકઅપમાં ખાલી કાજલ, મસ્કરા, અને લાઈનર આટલી વસ્તુ જ લગાવે છે. એટલે કે સામાન્ય મેકઅપ સિવાય કોઈ જાતના કોસ્મેટિકનો ઉપયોગ નથી કરતી. સારાને તમે બધાએ લગભગ ખુલ્લા વાળમાં જ જોઈ હશે. તેના વાળ સિલ્કી હોય છે.

જણાવી દઈએ કે આતિફ અસલમે ક્યારેય સિંગર બનવાનું વિચાર્યું હતું નહિ, તે ક્રિકેટર બનવા માંગતા હતા. આતિફે ક્રિકેટમાં સૌથી ફાસ્ટ બોલર તરીકે અન્ડર-19 ટૂર્નામેન્ટ માટે તેના દેશ માટે પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા હતા અને બીજી બાજુ તેમના પરિવારના લોકો ઇચ્છતા હતા કે મેડીકલમાં આગળ વધે પરંતુ આતિફે કમ્પ્યૂટર એન્જીનિયર ફિલ્ડમાં ગયા હતા.

એક અભિનેતા તરીકે કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘બોલ’થી કરી હતી. તેમના મિત્રોએ ગીત સાંભળ્યા પછી સિંગરની ફિલ્ડમાં નસીબ અજમાવાની સલાહ આપી હતી. આજે તે સૌથી ફેમસ સિંગરમાંથી એક છે.

તમને જણાવી દઈએ કે આ સિંગરે પ્રારંભિક શિક્ષણ લાહોરની કિમ્બર્લી હાઇ સ્કૂલમાંથી કર્યું છે. તેણે 14 વર્ષની ઉંમરે ૧૦th ની એક્ઝામ પાસ કરી. ત્યારબાદ તેણે તેના મિત્રો સાથે એક મ્યુઝિક બેન્ડ બનાવ્યું. આતિફે તેના દોસ્તો સાથે મળીને તેનું પહેલું ગીત ‘આદત’ રજૂ કર્યું. આ ગીત સુપરહિટ પણ સાબિત થયું હતું. આતિફ જલ્દી પ્રખ્યાત થઈ ગયો. આ પછી તેણે ફિલ્મોમાં પણ કામ કરવાનું શરૂ કર્યું.

Patel Meet