લગ્નમાં જોયા બાદ થઇ ગયો હતો પહેલી નજરનો પ્રેમ,આ રીતે કર્યા લગ્ન, ખુબ જ દિલચસ્પ છે દિલચસ્પ છે સિંગર આતીફ અસ્લમની લવ સ્ટોરી

બોલીવુડની ફિલ્મોમાં પોતાના અવાજનો જાદુ પાથરનાર પાકિસ્તાની ગાયક આતીફ અસલમને આજે કોઈ ઓળખની જરૂર નથી. તે તેની ગાયિકીથી દુનિયાભરમાં પોતાની નામના બનાવી ચુક્યો છે. આતિફના ગીતો હંમેશા હૃદયને સ્પર્શી જતા હોય છે. પરંતુ આજે અમે આતિફના ગીતો અને તેના કેરિયર વિશે નહિ પરંતુ તેની સુંદર પત્ની વિશે વાત કરીશું.

આતીફ અસલમની પત્ની કોઈ અપ્સરાથી જરા પણ કમ નથી. તેની આગળ બોલીવુડની અભિનેત્રીઓ પણ ઝાંખી પડી જાય છે, આતિફની પત્નીનું નામ સારા ભરવાના છે. અને તે એક શિક્ષાવિદ છે.

સારાનો જન્મ 1984માં પંજાબ પ્રાંતમાં થયો હતો. તે એક પૂર્વ પોલીસકર્મીની દીકરી છે. તેને મહિલા વિશ્વ વિદ્યાલય લાહોરના કીન્નેયર્ડ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. સારાની સુંદરતા જોઈને કોઈપણ મંત્રમુગ્ધ બની શકે છે.

એ વાત આપણે બધા જ જાણીએ છીએ કે આતીફ અસલમ એ સેલેબ્રિટીઓમાંથી  છે જે ઘણા બધા ઇન્ટરવ્યૂ આપે છે. એકવાર કોમેડિયન અને ટોક શોના હોસ્ટ કપિલ શર્મા સાથેના એક ઇન્ટરવ્યૂની અંદર આતિફે ઘણા બધા ખુલાસા કર્યા છે.

આતિફે કપિલને ઇન્ટરવ્યૂમાં તેની પત્ની સારા વિશે જણાવ્યું હતું. તે બંનેની મુલાકાત કેવી રીતે થઇ અને તેમની લવ સ્ટોરી કેવી છે તેના વિશે પણ આતિફે વાત કરી હતી. તેને જણાવ્યું હતું કે તેની પ્રેમ કહાની કોઈ ફિલ્મો કરતા જરા પણ કમ નથી.

આતિફે જણાવ્યું હતું કે, “મેં તેને એક લગ્નની અંદર જોઈ હતી. તે ઉભી હતી, સુંદર દેખાઈ રહી હતી. દુનિયાની યાત્રા કરવા અને આટલી બધી છોકરીઓને જોયા બાદ તે પહેલી છોકરી હતી જેની સાથે હું વાત કરવા ઈચ્છતો હતો.”

આતિફે આગળ જણાવ્યું હતું કે, “મેં તેનો તરત સંપર્ક ના કર્યો. પરંતુ મેં રાહ જોઈ. ત્યારબાદ બે મહિના પછી એક મ્યુચ્યયલ ફ્રેન્ડ સાથે વાત થઇ રહી હતી. જેને મેં તેના વિશે પૂછ્યું. મેં તેની સાથે સંપર્ક કર્યો અને તેની સાથે વાત કરી. અમે 7 વર્ષ સાથે રહ્યા પછી લગ્ન કરી લીધા.”

આસિફ અને સારાએ પોતાના સંબંધને ઘણા લાંબા સમય સુધી છુપાવીને રાખ્યો કારણ કે તે બંને પોતાના કેરિયર ઉપર ધ્યાન આપવા માંગતા હતા. એક સફળ કેરિયર બનાવ્યા બાદ તેમને પોતાના માતા પિતાની સહમતીથી 29 માર્ચ 2013ના રોજ લગ્ન કરી લીધા.

આતીફ અને સારાના લગ્ન પણ ટ્રેડિશનલ અને યુનિક હતા. લગ્ન પછી ગ્રાન્ડ રિસેપશન પણ યોજાયું. આસિફ પોતાની પત્ની સારા સાથે ઘણી તસવીરો પણ શેર કરે છે, અને ઘણા પ્રસંગો ઉપર સારાનો તેના જીવનમાં હોવાનો આભાર પણ વ્યક્ત કરે છે.

Niraj Patel