તૈમુર પણ ફિક્કો લાગે છે આ મોટી હસ્તીના દીકરા સામે, જુઓ તસવીરો
બોલિવુડની ખબસુરત અભિનેત્રી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના દીકરા તૈમુર અલી ખાનનો જયારથી જન્મ થયો છે, ત્યારથી તેને તેની ક્યુટનેસથી સૌ કોઇને દીવાના બનાવી દીધા છે. સોશિયલ મીડિયા પર તે સૌથી વધુ પસંદ કરવામાં આવેલ સ્ટાર કિડ છે. જો કે, તૈમુરની ક્યુટનેસને ટક્કર મળી રહી છે.
View this post on Instagram
જાણિતા સિંગર આતિફ અસલમનો દીકરો આ દિવસોમાં ઘણો ચર્ચામાં છે. જો કે, તેની માસૂમિયતને કારણે ધીરે ધીરે પોપ્યુલર થઇ રહ્યો છે.
View this post on Instagram
ફિલ્મ જગતમાં હવે સ્ટાર કિડ્સ પર લોકોનું ધ્યાન જાય છે. કરીના અને સૈફનો મોટો દીકરો તૈમુર અલી ખાન બાળપણથી જ સ્ટારડમના રસ્તા પર છે.સામાન્ય માણસથી લઇે ઇન્ડસ્ટ્રી પણ તૈમુરની ફેન ફોલોઇંનેે સલામ કરે છે.પરંતુ હવે એવું લાગી રહ્યુ છે કે, સિંગર આતિફ અસલમના દીકરા તૈમુરની ગાદી પર કબ્જો જમાવવાના છે.
View this post on Instagram
મશહૂર પાકિસ્તાની સિંગર આતિફ અસલમના દીકરા ખૂબ જ ક્યુટ છે. આતિફને બે દીકરા છે. તેમના નાના દીકરાની કેટલીક તસવીરો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે, આતિફની પત્ની સારા ભરવાનાએ વર્ષ 2014માં તેમના મોટા દીકરા અહદને જન્મ આપ્યો હતો. તેમના બીજા દીકરાનો જન્મ વર્ષ 2019માં થયો હતો. થોડા દિવસ પહેલા જ આતિફે તેના નાના દીકરાની એક તસવીર સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેને 7 લાખથી પણ વધુ વખત જોવામાં આવી હતી.
View this post on Instagram
અહદ આ દિવસોમાં ઘણા પોપ્યુલર થતા જઇ રહ્યા છે. અહદની એક ઝલક માટે લોકો બેતાબ રહે છે. અહદ હવે ફેમસ સ્ટાર કિડ્સની લિસ્ટમાં સામેલ થઇ ગયા છે.
View this post on Instagram
ક્યુટનેસના મામલે અહદ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના દીકરા તૈમુરને પણ જોરદાર ટક્કર આપી રહ્યા છે. તેની પોપ્યુલારિટી ધીરે ધીરે વધતી જઇ રહી છે.
View this post on Instagram
અહદની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. આતિફ ઘણીવાર તેમના દીકરા સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.
View this post on Instagram
આતિફ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તસવીરો અને વીડિયો પોસ્ટ કરતા રહે છે. તે તેમની પત્ની સાથેની તસવીર પણ ઘણીવાર શેર કરતા હોય છે.