GujjuRocks

આ પાકિસ્તાની સિંગરે ભારત સામે કાશ્મીર મુદ્દે ઓક્યુ ઝેર તો લોકોએ લઈ લીધો ઉધડો- વાંચો સમગ્ર અહેવાલ

જમ્મુ-કાશ્મીરમાંથી ધારા 370 હટી જવાની જાહેરાત બાદથી આખા દેશમાંથી લોકોની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ત્યારે પાકિસ્તાનમાં પણ આ મુદ્દે લોકોમાં ખળભળાટ મચી ગયો છે. એવામાં સરહદપારના કેટલાક સેલેબ્સે આ મુદ્દે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી અને પછી ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સના નિશાન પર આવી ગયા છે. માહિરા ખાન અને માવરા હોકેન બાદ હવે ગાયક આતીફ અસલમે પણ કાશ્મીરનો રાગ આલાપ્યો છે, જેના પર કેટલાક ભારતીય ચાહકોએ તેને જબરદસ્ત જવાબ આપ્યો છે.

પાકિસ્તાની ગાયક આતીફ અસલમ મંગળવારના રોજ હજ માટે નીકળ્યો છે, પરંતુ જતા પહેલા તેને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે અને આ વિશે જાણકારી આપી છે, સાથે જ તેને છેલ્લે ધારા 370 પર પોતાની પ્રતિક્રિયા આપી છે, જેના બાદ ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કરી દીધો છે.

આતીફ અસલમે લખ્યું છે, ‘કઈંક મોટું તમારા લોકો સાથે શેર કરતા ખુશી થઇ રહી છે. ઇન્શાલ્લાહ, હું જલ્દી જ મારા જીવનની સૌથી મહત્વની મુસાફરી પર નીકળવાનો છું. હજ પર જતા પહેલા હું બધા પાસેથી માફી માંગુ છું, ભલે એ મારા ચાહકો હોય, પરિવાર હોય કે મિત્રો હોય. જો મેં કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડી હોય તો મને માફ કરી દો. કૃપા કરીને દુઆઓ મને યાદ રાખજો.’ આટલે સુધી તો ઠીક હતું પણ આ પછી તેને પોસ્ટમાં જે લખ્યું એને કારણે એ ટ્રોલ થઇ ગયો. તેને આગળ લખ્યું, ‘આ સાથે જ હું કાશ્મીરીઓ સાથે થઇ રહેલી હિંસા અને ઉત્પીડનની પણ નિંદા કરું છું. અલ્લાહ કાશ્મીર અને આખી દુનિયાના નિર્દોષોની રક્ષા કરે.’

એક તરફ આ પોસ્ટના પાકિસ્તાની સોશિયલ મીડિયા યુઝર્સ વખાણ કરી રહયા છે, તો બીજી તરફ ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સે તેને સખત જડબાતોડ જવાબ આપ્યો છે. હજ જેવી પવિત્ર યાત્રા વચ્ચે આતિફે કાશ્મીરનો રાગ ગાઈને ભારતીય ચાહકોને નિરાશ કર્યા છે. એટલે જ ભારતીય ચાહકોએ તેને સખત જવાબ આપ્યો છે.

એક ચાહકે લખ્યું – તમે એક સારા હેતુથી જઈ રહયા છો, પરંતુ કાશ્મીરને લઈને ખોટી વાત કરી રહયા છો. પોતાના દેશ વિશે વિચારો, ભારત વિશે નહિ. તમે આજે એક ચાહક ગુમાવી દીધો છે. તો કેટલાક ચાહકોએ આતિફને પાકિસ્તાની ઈકોનોમી માટે દુઆઓ કરવાની સલાહ આપી.

એક યુઝરે લખ્યું – તમે તમારા દેશની ચિંતા કરો, અમારા દેશ માટે મોદીજી છે. બીજા યુઝરે લખ્યું – પાકિસ્તાનીઓની જરૂર નથી, ભારતમાં ભલે કઈ પણ ચાલી રહ્યું હોય. જણાવી દઈએ કે પાકિસ્તાની ગાયક આતીફ અસલમના ભારતમાં ઘણા ચાહકો છે. તેમને ઘણા બોલિવૂડ ફિલ્મોમાં ગીતો ગાયા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

Exit mobile version