આત્મહત્યા કરનાર એથલીટની સુસાઇડ નોટથી થયો મોટો ખુલાસો, છોકરીના મા-બાપ પર લગાવ્યો આ આરોપ
ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે. છેલ્લા થોડા સમયથી આપઘાતના કિસ્સાઓમાં વધારો પણ જોવા મળી રહ્યો છે. કોઇ નાની અમથી વાતનુ લાગી આવતા વિદ્યાર્થીઓ કે બાળકો આપઘાત કરી લેતા હોય છે, તો ઘણા પ્રેમી પંખીડાઓ પોતાના પાર્ટનરના અલગ થવાનું દુખ સહન નથી કરી શકતા હોતા અને તેને કારણે તેઓ આપઘાત જેવું આત્મઘાતી પગલુ ભરતા હોય છે. ત્યારે હાલ આપઘાતનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક એથલીટે આપઘાત કરી લીધો છે. 23 વર્ષિય એથલીટે ઝાડથી લટકી આપઘાત કરી લીધો હતો.

પોલિસે લાશને જ્યારે ઝાડ પરથી નીચે ઉતારી ત્યારે તેના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. પોલિસે નોટને કબ્જે કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. મૃતક રાહુલ એક ઉભરતો એથલીટ હતો. જેણે ઘણી નાની ઉંમરે દેશ વિદેશમાં અનેક મેડલ જીત્યા હતા. તે દિલ્લીમાં રહી ઓલંપિકની તૈયારી કરી રહ્યો હતો. આ દરમિયાન દિલ્લીમાં એક યુવતિના પરિવારજનોએ તેમની દીકરીને બહેલાવી ફુસલાવી ભગાવી લઇ જવા અને રેપનો કેસ રાહુલ પર દાખલ કરાવ્યો. લગભગ 19 મહિના સુધી જેલમાં રહી અને એક મહિના પહેલા જ તે જમાનત પર છૂટી આવ્યો હતો, ત્યારથી તે ડિપ્રેશનમાં ચાલી રહ્યો હતો. ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં એથલીટે આપઘાત કર્યો હતો.

રાહુલે સુસાઇડ નોટમાં લખ્યું છે કે, ‘મારું જીવન નકામું થઈ ગયું છે. જ્યારથી મને ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલવામાં આવ્યો છે ત્યારથી હું ડિપ્રેશનમાં ચાલી રહ્યો છું. મેં કંઈ ખોટું કર્યું નથી. તે છોકરી મારી મિત્ર હતી. તેણે મને નોકરી અપાવવા માટે બોલાવ્યો. છોકરીના માતા-પિતાએ મને લલચાવી મારી પર બળાત્કાર ગુજારવા બદલ જેલમાં મોકલી દીધો હતો. 19 મહિના જેલમાં રહીને મારું જીવન બરબાદ થઈ ગયું છે. હવે હું સરકારી નોકરી પણ મેળવી શકતો નથી. જેલમાં ગયા બાદ હું ખૂબ જ ડિપ્રેશનમાં છું તેથી આ પગલું ભરી રહ્યો છું.

સુસાઇડ નોટમાં રાહુલે આગળ લખ્યુ હતુ કે, મને માફ કરજો આમાં મારા પરિવારનો વાંક નથી. હું જે પણ કરી રહ્યો છું, તે મારી સ્વતંત્ર ઇચ્છાથી કરી રહ્યો છું. પરંતુ છોકરીના માતા-પિતાની પૂછપરછ થવી જ જોઈએ. તેઓએ મને પૈસા માટે ખોટી રીતે ફસાવ્યો. પપ્પા મને માફ કરી દો. મારું સપનું મોટો એથલીટ બનવાનું હતું. મેં સખત મહેનત પણ કરી હતી. દેશ-વિદેશમાં ઘણા મેડલ જીત્યા, પણ મારું જીવન બગડી ગયું. મેં બળાત્કાર નથી કર્યો. આ છોકરીએ પણ કહ્યું છે કે મને કંઈ થયું નથી. તેમ છતાં મને સજા મળી. હું આ કલંક સાથે જીવી શકતો નથી. દરેક વ્યક્તિ મારા વિશે ખોટું વિચારે છે. હું કોઈની સાથે વાત કરી શક્યો નથી. તેથી જ હું મારા જીવનનો અંત આણી રહ્યો છું. માફ કરશો, હું મારા પરિવારને ખૂબ પ્રેમ કરું છું.’