ખેલ જગત મનોરંજન

સુનિલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટીએ K.L. રાહુલના જન્મદિવસ પર શેર કરી તસવીરો, રિલેશનને લઇને કહી આ વાત

સુનિલ શેટ્ટીની દીકરી અથિયાનું આ દિગ્ગજ ક્રિકેટર જોડે ચાલી રહ્યું છે ચક્કર, જુઓ તસવીરો

ભારતીય ક્રિકેટર કેએલ રાહુલે 18 એપ્રિલે એટલે કે રવિવારે 29મો જન્મદિવસ મનાવ્યો હતો. આ અવસર પર તેની કથિત ગર્લફ્રેન્ડ અને અભિનેતા સુનિલ શેટ્ટીની દીકરી તેમજ અભિનેત્રી અથિયા શેટ્ટીએ કેએલ રાહુલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

લાંબા સમયથી ક્રિકેટર કે એલ રાહુલ અને સુનિલ શેટ્ટીની પુત્રી તથા અભિનેત્રી અથિયા શેટ્ટીના ડેટિંગના સમાચારો આવતા હતા. આ બધા વચ્ચે રાહુલના બર્થડે પર આથિયાએ રાહુલ સાથે તસવીરો શેર કરીને તેને બર્થડે વિશ કર્યું છે.

તસવીર શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે હું તમારી આભારી છું, હેપી બર્થડે. અભિનેત્રીએ કેપ્શન સાથે કેક ઈમોટિકોન અને એક હાર્ટ ઈમોજી પણ શેર કરી છે. રાહુલ અને અથિયાએ સોશિયલ મીડિયા પર સતત પ્રેમ દર્શાવ્યો છે. જો કે બંનેએ ક્યારેય પોતાના સંબંધની અધિકૃત જાહેરાત કરી નથી.

અથિયાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી હતી, જે ખૂબ વાયરલ થઇ હતી. આ તસવીરમાં અભિનેત્રી અથિયા શેટ્ટી કેએલ રાહુલ સાથે મિરર સેલ્ફી શેર કરી હતી અને બંને પોઝ આપતા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Athiya Shetty (@athiyashetty)

અથિયા ઉપરાંત તેના ભાઇ અને આગામી અભિનેતા અહાન શેટ્ટીએ પણ કેએલ રાહુલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. અહાને રાહુલ સાથેની તસવીર શેર કરી હતી, જેમાં તે બંને એરપોર્ટ પર નજરે પડ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Bombay Times (@bombaytimes)

ગત વર્ષે પણ રાહુલના બર્થડે પર અથિયાએ તેની સાથે પોતાની તસવીર શેર કરીને બર્થડે વિશ કર્યું હતું. ત્યારબાદ જ બંનેના સંબંધ પર મહોર લાગી હતી.

તમને જણાવી દઇએ કે, 18 એપ્રિલ 1992ના રોજ કર્ણાટકમાં જન્મેલા ક્રિકેટર કેએલ રાહુલે ડિસેમ્બર 2014માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બોક્સિંગ ડે ટેસ્ટથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતુ. તેણે વર્ષ 2016માં  ઝિમ્બાવે વિરૂદ્ધ ઇન્ટરનેશનલ વન ડે ક્રિકેટ અને ગયા વર્ષે આ ટીમ વિરૂદ્ધ ટી 20માં ડેબ્યુ કર્યુ હતુ.

અથિયા શેટ્ટીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે, છેલ્લે ફિલ્મ “મોતીચૂર ચકનાચૂર”માં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળી હતી.