ખબર

અમદાવાદમાં નારણપુરામાં બાપ સમાન સસરાએ કહ્યું, ‘તું થાકી ગઈ હોઈશ ખુબ જ કામ કરે છે’ પુત્રવધુ સાથે કર્યો બળાત્કાર

અમદાવાદમાં નારણપુરા હવસખોર સસરાએ રસોઈ બનાવી રહેલી પુત્રવધૂ પાસે જઈને બળાત્કાર ગુજાર્યો, પતિ અને સાસુ નોકરી કરવા ઘરની બહાર…જાણો સમગ્ર મામલો

લગ્ન બાદ એક મહિલા માટે તેનું સાસરું જ તેનું ઘર માનવામાં આવે છે. લગ્ન પછી મહિલાના સાસુ-સસરા જ તેના માં-બાપ હોય છે, એક મહિલાને લગ્ન બાદ પરિવારની જવાબદારી સાથે સાથે પતિ, સાસુ-સસરાની પણ સાર સંભાળ રાખવાની હોય છે. જો કે આજના સમયમાં પણ સાસુ-સસરા પણ પોતાની વહુને દીકરીની જેમ જ રાખે છે. જ્યારે અમદાવાદમાં શર્મસાર કરી દેનારો એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યા બાપ સમાન સસરાએ જ વહુ સાથે દુષ્કર્મ કર્યું હતું.(તમામ તસવીરો પ્રતીકાત્મક છે).

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તરામાં રહેનાર સસરાએ એકલતાનો લાભ ઉઠાવીને પુત્રવધૂને પોતાની હવસનો શિકાર બનાવી છે. આ વાતથી વિસ્તારમાં પણ અરેરાટી મચી ગઈ છે. અને આ વાત પતિએ કે સાસુએ પણ માની માની ન હતી માટે મજબૂરીમાં મહિલાએ સમગ્ર ઘટનાની ફરિયાદ નારણપુરા પોલીસ સ્ટેશનમાં કરી છે.

પુત્રવધૂએ ફરિયાદ નોંધાવતા કહ્યું કે જ્યારથી તે લગ્ન કરીને સાસરે આવી છે ત્યારથી નાની નાની બાબતે તેની સાથે ઘરકંકાસ થયા કરતો હતો. અને તેને પહેલાથી જ શંકા હતી કે તેના સસરા તેના પર ગંદી નજરે જોતા હતા અને ખરાબ દાનત રાખતા હતા. આ સિવાય પોતે જયારે ઘરમાં એકલી હોય ત્યારે પણ સસરા તેની સાથે બીભત્સ ચાળા કર્યા કરતા હતા, એન એક દિવસ તો સસરાએ તમામ હદ વટાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

મહિલાએ જણાવ્યું કે એક દિવસ પતિ નોકરી પર ગયો હતો એને સાસુ પણ ઘરે ન હતા અને પોતે રસોડામાં કામ કરતી હતી, ત્યારે જ અચાનક સસરા તેની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે તું કેટલું કામ કરે છે, ખુબ થાકી ગઈ હોઈશ, ચાલ મારી પાસે બેસ અને બે ઘડી વાતો કર. આવું કહીને તે મહિલાને રસોડાની બહાર લઇ ગયા અને તેની સાથે બીભત્સ વાતો કરવા લાગ્યા. મહિલાએ તરત જ તેને લાફો પણ મારી દીધો, સસરાએ ધમકી આપતા કહ્યું કે જો તે તેનું કહ્યું નહિ માને તો હમેશા માટે તેને આશ્રમમાં મૂકી આવશે, અને ત્યારબાદ સસરાએ બળજબરીથી પુત્રવધુ સાથે બળાત્કાર કર્યો હતો.

પુત્રવધુએ આ વાત પતિ અને સાસુને પણ કહી હતી, પણ તેઓએ પુત્રવધુની વાતનો વિશ્વાસ કર્યો ન થયો, અને ઉલ્ટાનું પુત્રવધુ સાથે મારપીટ કરી અને વાત કોઈને ન કહેવા માટે ધમકી પણ આપી હતી. જેના બાદ મહિલાએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં પતિ સસરા અને સાસુ વિરુદ્ધ કેસ દર્જ કરાવ્યો છે અને પોલીસ મામલાની જાંચ કરી રહી છે.