ખબર

શું તમે પણ બેરોજગાર છો? નોકરી છૂટી ગઈ છે? તો મોદી સરકારે 16 કરોડ અહીંયા વહેંચ્યા છે, તમે પણ આ રીતે ઉઠાવો લાભ

છેલ્લા કેટલાય સમયથી દુનિયાભરમાં પ્રસરેલા કોરોના વાયરસના કારણે ઘણા લોકો બેરોજગાર બન્યા છે, ઘણા લોકો નોકરી ધંધામાંથી પણ છુટા થઇ ગયા છે. ત્યારે આવા લોકો માટે સરકાર દ્વારા પણ એક યોજના બનાવવામાં આવી છે, જે અંતર્ગત અત્યાર સુધી 16 કરોડ રૂપિયા પણ વહેંચી દેવામાં આવ્યા છે. ચાલો જોઈએ શું છે આ યોજના ? (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

Image Source

મોદી સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી આ યોજનાનું નામ છે “અટલ બિમિત કલ્યાણ યોજના”. જેની ઉપર અત્યાર સુધી 36 હજાર લોકોએ આવેદન કરી દીધું છે અને તેમાંથી 16 હજાર લોકોને 16 કરોડ રૂપિયા પણ વહેંચી દેવામાં આવ્યા છે. બાકીના 20 હજાર લોકોની અરજીની તપાસ હજુ ચાલી રહી છે.

Image Source

જો તમે કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરો છો અને તમારી કંપની PF/ESI દર મહિને તમારા પગારમાંથી કાપતી હોય તો તમને આ યોજનાનો લાભ જરૂરથી મળી શકે છે. પરંતુ લાભ મેળવવા માટે આ યોજનામાં તમારા નામનું રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે.

Image Source

આ યોજનાની વધુ માહિતી તમને ESICની વેબસાઈટ ઉપરથી પણ મળી રહેશે. સરકાર દ્વારા આ યોજનાની મુદ્દતને 30 જૂન 2021 સુધી વધારવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ યોજનમાં 31 ડિસેમ્બર પહેલા જે લોકોની નોકરી છૂટી ગઈ છે તેવા લોકોને આ યોજનાનો લાભ મળશે.