જીવનશૈલી

જાણો ગુજરાતના આ ગામ વિશે જ્યાં ગામના સૌ સાથે મળી એક રસોડે જમે છે, જય જય ગરવી ગુજરાત

આપણે ઘણીવાર આપણા દેશની વિવિધતા વિશે વાત કરતા હોઈએ છીએ. પણ આજે વાત કરીશું આ વિવિધતામાં વસેલી એકતા વિશે. કદાચ આ વાત જાણીને તમને થોડી નવાઈ તો લાગશે પણ વાત એકદમ સાચી છે.

વાત છે ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના ચાંદણકી ગામની, જ્યાં આખું ગામ એક રસોડે જમે છે. 1000ની વસ્તી ધરાવતા આ ગામમાં હાલ માંડ 40-50 લોકો જ રહે છે જેમની ઉમર લગભગ 55-60થી વધુ છે. ગામના 900થી વધુ લોકો બહાર ગામ રહે છે.

Image Source

આજકાલ ગ્રામીણ વિસ્તારમાંથી યુવાનો રોજગાર ધંધા રહે શહેર તરફ વળ્યાં છે.ત્યારે ગુજરાતના એક ગામના યુવાનો વગરના ગામમાં માત્ર વડીલો જ રહે છે. આ ગામમાં તમને 25થી 30 વર્ષનો એક પણ યુવાન જોવા મળતો નથી. ગામમાં પ્રવેશો અવેટલે 60 થી 80 વર્ષના વૃધ્ધો જ જોવા મળે છે. આ ગામના 900થી વધુ યુવાનો અમદાવાદથી લઈને અમેરિકા સુધી સસેટ થઇ ગયા છે. ગામના 20થી વધુ યુવાનો ડોકટરો બની જુદા-જુદા સ્થળોએ સેવા આપે છે. વાર-તહેવારે અહીં ગામના વડીલોના સંતાનો આવે ત્યારે ગામમાં ગાડીઓના પાર્કિંગ માટે જગ્યા ઓછી પડે છે. વડિલોના વૈકુંઠ સમા આ ગામમાં પંચાયતનો વહિવટ ઉંમરલાયક મહિલાઓ સંભાળે છે.

Image Source

દેશ-પરદેશમાં રહેતા તેમના સંતાનોએ આ વ્યવસ્થા ઉભી કરી છે કે જીવનમાં નિવૃત્તિ લેવાની ઉંમરે તેમની મમ્મીઓએ જમવાનું બનાવવાની મહેનત ન કરવી પડે અને તેઓને આરામદાયક જીવન મળી શકે. આ વ્યવસ્થાથી ગામના દરેક વડીલો ખૂબ જ ખુશ છે.

નિયમિત રીતે બપોર અને સાંજનું ભોજન આ રીતે જ મંદિરના પરિસરમાં લેવામાં આવે અને એકબીજા સાથે સુખ-દુઃખની વાતો કરવામાં આવે, જેથી કોઈને પણ એકલું ન લાગે. અહીં ભોજન પીરસનાર અને ભોજન કરનાર બધા જ વૃદ્ધો છે.અહીં નોંધનીય છે કે બહુચરાજીથી પાંચ કિલોમીટર દૂર આવેલા આ ગામનો સાક્ષરતા દર 100 ટકા છે. ચાંદણકી નિર્મળ અને તીર્થગામ સહિતના અનેક એવોર્ડ મેળવી ચૂક્યું છે.

Image Source

આ સાફ-સુથરા ગામમાં પ્રવેશતા જ ડાબી બાજુએ ચંદ્રેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં બરાબર 11 વાગ્યાના ટકોરે ઘંટનાદ થાય. અને બધા જ વડીલો પોતપોતાના ઘરોના બારણાં બંધ કરીને આ મંદિરમાં ભેગા થઇ જાય છે. તેઓ ભેગા થઇ જાય એટલે મંદિરના પરિસરમાં ટેબલ-ખુરશી ગોઠવાઈ જાય અને ભોજન પીરસવામાં આવે. વડીલોનો આ નિત્યક્રમ બની ગયો છે કે તેઓ જમતા જાય અને એકબીજા સાથે સુખ-દુઃખી વાતો કરતા જાય. જોવાથી એવું લાગે કે આ વડીલો એક પરિવાર હોય.

Image Source

રાજ્યમાં પંચાયત રાજની સ્થાપના થઇ પછી આ ગામમાં એક પણ વાર સરપંચની ચૂંટણી નથી થઇ. આ ગામનો વિકાસ ઉડીને આંખે વળગે છે. ચાંદણકીગામ સમરસ ગ્રામ પંચાયતની ચૂંટણીની ગ્રાન્ટ મેળવે છે. આ ગામની ચોખ્ખાઈ, પાક રોડ-રસ્તા 100 ટકા ઘરોમાં શૌચાલય, લાઈટની સુવિધા સૌની ધ્યાન ખેંચાઈ છે. આ ગામમાં 24 કલાક પાણી અને વીજળીની સગવડ હોય કોઈ જ અગવડ નથી પડતી.આ ગામના બાપદાદાના સમયની ખેતીની જમીન હોય ભાગીયા રાખીને ખેતી કરાવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks