લગ્ન પછી રણબીર આલિયાએ રાખી પાર્ટી…બોલિવૂડ સેલેબ્રિટીનો જમાવડો, જુઓ PHOTOS

રણબીર-આલિયાની બોલીવુડમાં રોયલ ફેમિલીના ગણતરી થાય છે. થોડાક જ દિવસ પહેલા આ ચાર્મીંગ યુગલે પ્રભુતામાં પગલા પાડયા છે. હવે તેમના ફેન્સ મેરેજના રિસેપ્શનની રાહ જોઇ રહ્યા છે. તમને જાણવી દઈએ આ કપલની નેટવર્થ મળીને કરોડોની થાય છે.

આલિયાની નેટવર્થ રૂપિયા ૫૧૭ કરોડ હોવાનું કહેવાય છે, જ્યારે રણબીરની રૂપિયા ૩૨૨ કરોડ છે. બન્નેની નેટવર્થ મળીને રૂપિયા ૮૯૯ કરોડ થાય છે.આલિયા-રણબીર અભિનય ઉપરાંત વિવિધ વિજ્ઞાાપનો કરીને અઢળક કમાણી કરે છે. તેમજ આલિયાનું પોતાનું પ્રોડકશન હાઉસ પણ છે.

આ સેલિબ્રિટીના મેરેજ પછી બાંદરાના પૌશ એરિયા પાલી હિલના કૃષ્ણા રાજ બંગલોમાં રહેવાના છે. જ્યાં હજી પણ બાંધકામ ચાલી રહ્યું છે. એક્ટર રણબીર પાસે બાંદ્રાના પાલી હિલ એરિયામાં વાસ્તુ નામનો એક લકઝરી એપાર્ટમેન્ટ છે. આ ઘરની કિંમત રૂપિયા આશરે 35 કરોડ હોવાનું કહેવાય છે. જેનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કિંગ ખાનની વાઈફ ગૌરી ખાને કર્યું છે

આ એપાર્ટમેન્ટમાં થિયેટર સેટઅપથી લઇ બે પાળેલી બિલાડીઓ માટે પણ ઘણી મોટી સ્પેસ છે. અભિનેતા રણબીર મોંઘા જૂતાઓનો શોખીન છે. તેની પાસે કેઝ્યુઅલ સ્ટાઇલ અને ઇમ્પ્રેસિવ સ્નીકર્સનું કલેકશન છે. તેની પાસે રૂપિયા બે લાખ ચોતેર હજારના સ્નીકર છે. આ ઉપરાંત અન્ય એક જૂતાની જોડી રૂપિયા ૮૨ હજારની હોવાનું કહેવાય છે.

અભિનેતા રણબીરને લગ્નમાં સાસુ સોની રાઝદાને રૂપિયા ૨.૫ કરોડની ઘડિયાળ ભેટ આપી છે. આ પહેલા તેની પાસે રૂપિયા ૫૦ લાખની ઘડિયાળ હતી જે અમિતાભ બચ્ચને તેને ભેટ આપી હતી. આ ઘડિયાળ સરળતાથી મળતી નથી. આ ઉપરાંત તેની પાસે ઘણી ઘડિયાળો છે. રણબીર પાસે SUV,મર્સિડિઝ બેન્ઝ, ઓડી જેવી લકઝરી કારનો કાફલો છે જેની કિંમત અંદાજે ૭-૮ કરોડ થાય છે.

આલિયા ભટ્ટના પરિવારમાંથી તેની માતા સોની રાઝદાન અને તેની બહેન શાહીન ભટ્ટની જ એક ઝલક દેખાઈ હતી. આ વૈભવી પાર્ટી માટે ઘરની બહાર નીકળતાની સાથે જ બંને પાપારાઝી દ્વારા સ્પોટ કરવામાં આવ્યા હતા. આલિયાની મોમ સોની રાઝદાન બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી, જ્યારે શાહિને આ પાર્ટી માટે ક્રીમ કલર પસંદ કર્યો હતો.

નીતુ કપૂર તેની પુત્રી રિદ્ધિમા કપૂર સાહની અને જમાઈની સાથે હાજર રહી હતી. આ સેલિબ્રિટીએ પ્રતિમા બ્લેક કલર પસંદ કર્યો હતો. નીતુ અને રિદ્ધિમા બંને વેસ્ટર્ન આઉટફિટ્સમાં સિઝલિંગ કરતી જોવા મળી હતી. લગ્ન બાદ આલિયા અને રણબીરનો ખાસ મિત્ર અયાન મુખર્જી પણ આ પાર્ટીમાં આવ્યો હતો. તેના સિવાય કરણ જોહર પણ બ્લેક કલરના સૂટમાં ‘વાસ્તુ’માં પહોંચ્યો હતો.

લગ્નમાં ધૂમ મચાવ્યા બાદ કરિશ્મા કપૂર આલિયા અને રણબીરના ઘરે પહોંચી હતી. આ પાર્ટીમાં તે બ્લેક ડ્રેસમાં પણ જોવા મળી હતી. પાર્ટીમાં મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પણ સામેલ થયા હતા. બંને આ પાર્ટી માટે સાથે પહોંચ્યા હતા. બંનેને એકસાથે જોઈને પાપારાઝી તેમને કેમેરામાં કેદ કરવા માટે બેતાબ દેખાતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

આ કપલના લગ્નમાં થોડા નજીકના મિત્રોની સામે 7 જન્મો માટે એકબીજાનો હાથ પકડ્યો હતો.13મી એપ્રિલથી લગ્ન પહેલાના ફંકશનની શરૂઆત ખાસ પૂજા અને મહેંદી સાથે થઈ હતી. સાથે જ 14મીએ લગ્ન પહેલા બંનેને હલ્દી લગાવવામાં આવી હતી. લગ્ન પછી તેમણે ફેન્સને નિરાશ ન કર્યા અને ફટાફટ જ રોયલ વેડિંગની તસવીરો સોશિયલ મીડિયામાં અપલોડ કરી હતી. હવે લગ્ન બાદ તેમના રિસેપ્શનને  (Alia-Ranbir Wedding reception) લઈને અનેક પ્રકારના સમાચાર આવી રહ્યા હતા, પરંતુ શનિવારે રાત્રે બાંદ્રા સ્થિત ‘વાસ્તુ’ એપાર્ટમેન્ટમાં જ તેઓએ એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે તેમના ઘરે ‘વાસ્તુ’માં લગ્નની પાર્ટીનું આયોજન કર્યું હતું. આ મેરેજની પાર્ટીમાં, જ્યાં ભટ્ટ પરિવારમાંથી માત્ર આલિયાની માતા સોની રાઝદાન અને બહેન શાહીન ભટ્ટ જોવા મળી હતી, ત્યાં રણબીરની માતા અને બહેન સાથે કપૂર પરિવારના ઘણા સભ્યો જોવા મળ્યા હતા. શાહરૂખ ખાન, ગૌરી ખાન, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓએ પણ પાર્ટીમાં હાજરી આપી અને સભામાં રંગ જમાવ્યો.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

YC