શનિદેવ ચાલશે ઊલટી ચાલ! 139 દિવસ સુધી આ રાશિના જાતકોના હાલ થશે બેહાલ, વક્રી ચાલના પ્રભાવથી પલટાશે નસીબ, થઈ શકે નુકસાન

જ્યોતિષશાસ્ત્રમાં વક્રી ગતિનો અર્થ વિપરીત ગતિ થાય છે. શનિ દેવ ટૂંક સમયમાં જ પોતાની ચાલ બદલવાના છે. અત્યારે શનિ કુંભ રાશિમાં વિરાજમાન છે. ટૂંક સમયમાં એટલે કે શનિ 13 જુલાઈએ તેની ગતિ બદલશે અને 28 નવેમ્બર સુધી આ સ્થિતિમાં રહેશે. જૂન મહિનામાં શનિ દેવ વક્રી ચાલમાં ગોચર કરવાનું શરૂ દેશે. શનિની વક્રી ચાલથી અમુક રાશિઓની કિસ્મત પલટી શકે છે. પંચાંગ અનુસાર 15 નવેમ્બરથી શનિ સીધી ચાલ ચાલશે. એવું માનવામાં આવી રહ્યું છે કે શનિની ઉલટી ચાલ 14 નવેમ્બર સુધી રહેશે. જ્યારે પણ કોઈ ગ્રહ વિપરીત ગતિમાં ફરે છે, ત્યારે તેનો દેશ, વિશ્વ અને રાશિ પર નકારાત્મક પ્રભાવ પડે છે. જ્યોતિષો અનુસાર, આગામી 139 દિવસો માટે શનિની વક્રી ગતિ કેટલીક રાશિઓ માટે ખૂબ જ મુશ્કેલીકારક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ તે રાશિઓ વિશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે શનિની વક્રી ચાલની ઊલટી અસર જોવા મળી શકે છે. ખર્ચાઓમાં વધારો થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. નાણાકીય બાબતોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. નોકરી અને વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે. કામકાજ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરો.

મિથુન રાશિ

શનિની વક્રી ગતિને કારણે, મિથુન રાશિના જાતકોને વ્યવસાયમાં અશુભ પરિણામો મળવાની શક્યતા છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. કાર્યસ્થળ પર કામનું ભારણ વધી શકે છે. નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખર્ચ પર અકુશ રાખો

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોને શનિની વક્રી ગતિને કારણે, કામકાજમાં ખાસ ધ્યાન રાખવું પડી શકે છે. પ્રગતિમાં અડચણ આવી શકે છે. મોટા મામલામાં સમજી-વિચારીને નિર્ણય લો નહીં તો મોટું નુકસાન થઈ શકે છે.

તુલા રાશિ

શનિની વક્રી ગતિને કારણે તુલા રાશિના જાતકોએ ઝઘડા અને કોર્ટ કેસોમાં સાવધાની રાખવાની જરૂર છે. સ્વાસ્થ્ય પર પણ થોડું ધ્યાન આપવાની જરૂર છે. સમજદારી પૂર્વક કોઈ પણ કામકાજમાં આગળ નિર્ણય લો તો જ સફળતા મળશે.

ધનુ રાશિ

શનિની વક્રી ગતિ ધનુ રાશિના જાતકોના લગ્ન જીવન પર સીધી અસર કરી શકે છે. ઘરમાં અશાંતિના સંકેતો જોવા મળી રહ્યા છે. નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Raina
error: Unable To Copy Protected Content!