દેવ દિવાળીએ વિષ્ણુજી આ રાશિઓ પર વરસાવશે કૃપા, 4 મહિનાની નિંદ્રામાંથી જાગ્યા બાદ જાતકોનું બદલશે ભાગ્ય

દિવાળીથી પણ વધારે મહત્વ દેવ દિવાળી એટલે કે દેવઉઠી એકાદશીનું હોય છે. અમુક રાજ્યોમાં દેવોત્થાન તો અમુક રાજ્યોમાં દેવ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઉજવાય છે. આ દિવસથી ચર્તુમાસનો અંત થાય છે અને લગ્ન, મુંડન સહિતના તમામ શુભકાર્યો શરૂ થાય છે.

આ વર્ષે એકાદશીની સાથે હર્ષણ યોગ અને સ્વાર્થ સિદ્ધિ યોગ પણ બને છે. આ દિવસે શ્રીહરિ એટલે કે ભગવાન વિષ્ણુ 120 દિવસ એટલે કે 4 મહિનાની નિંદ્રામાંથી જાગશે અને તેમના આર્શીવાદ કેટલીક રાશિઓ પર વરસાવશે ત્યારે ચાલો જાણીએ ભગવાનની કૃપા કઈ રાશિ પર થશે.

કર્ક

આ રાશિના જાતકો કાર્યની શુભ શરૂઆત કરી શકે છે. તમને અચૂક સફળતા મળશે. તમારા ધનપ્રાપ્તિના યોગ છે અને સહકારી અને પરિવાર તરફથી સહયોગ પણ મળી રહેશે. પારિવારિક જીવનમાં પણ સુખ-શાંતિ આવશે અને નવા સંબંધો રચાશે. મિત્રોને મળવાનો અને પ્રવાસનો પણ યોગ બની રહ્યો છે.

તુલા

આ એકાદશીએ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવવાની શરૂઆત થશે. તમે નવું રોકાણ કરતા હોવ તો ખુશીથી કરો. આયોજનબદ્ધ કામકાજથી તમે પ્રગતિ કરી શકશો. નવી નોકરીની તકો છે તો સાથી કુંવારા જાતકોના જીવનમાં નવું પ્રિયપાત્ર આવે તેવા યોગ પણ બની રહ્યા છે. તમે સારી એવી સમાજસેવા કે દાનધર્મ કરી શકો તેવા યોગ પણ બન્યા છે.

વૃશ્ચિક

આ રાશિના વિદ્યાર્થીઓ અભ્યાસમાં ઉત્તરોતર પ્રગતિ કરશે. ખાસ તો તમે પરીક્ષા સારા માર્કસ સાથે પાસ કરી શકશો અને અભ્યાસ માટે તમે કરેલી મહેનત રંગ લાવશે. ધંધાર્થીઓ માટે ધંધાને વિસ્તારવાનો અને નવા જોખમો ખેડવા માટેનો સારો સમય છે. મહિલાઓ અને ખાસ કરીને ગૃહિણીઓ માનસિક સંતાપમાંથી બહાર આવશે અને ઘરમાં નવી વસ્તુઓ વસાવવાના પણ યોગ બની રહ્યા છે. આ સાથે પ્રવાસ કે તીર્થયાત્રા માટે પણ અનુકૂળ ગ્રહો છે. માત્ર ખર્ચનો હિસાબ રાખવો અને ખોટા ખર્ચ ટાળવાની જરૂર છે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Twinkle
Exit mobile version