સૂર્ય ગોચર 2025: પ્રાચીન જ્યોતિષ વિજ્ઞાનમાં સૂર્યને સમસ્ત ગ્રહોનો અધિપતિ ગણવામાં આવે છે. સૂર્યને સાહસ, આત્મબળ, પુરુષાર્થ અને સમૃદ્ધિ-સુખનો દાતા માનવામાં આવ્યો છે. સૂર્ય માસિક ધોરણે એક રાશિથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે. સૂર્યના રાશિ પરિવર્તનની અસર તમામ ૧૨ રાશિઓ ઉપર થાય છે. વર્તમાન સમયમાં, સૂર્ય મંગળની મેષ રાશિમાં બિરાજમાન છે અને 21 મે ૨૦૨૫ના દિવસે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે તથા ૧૪ જૂન સુધી આ રાશિમાં વિચરણ કરશે.
વૃષભ રાશિના અધિપતિ ચંદ્ર છે. સૂર્યના વૃષભ રાશિના ગોચરને લીધે અમુક ભાગ્યવાન રાશિઓને ધનલાભ પ્રાપ્ત થશે. આ રાશિના લોકોને સામાજિક સન્માન અને પ્રતિષ્ઠાની સાથે નાણાકીય ફાયદો પણ પ્રાપ્ત થશે. જાણી લો કઈ રાશિઓ માટે સૂર્યનો વૃષભ રાશિમાં પ્રવાસ શુભફળદાયી છે.
વૃષભ: સૂર્ય વૃષભ લગ્નમાં ગોચર કરશે. સૂર્યના પ્રભાવથી તમારી આત્મશ્રદ્ધા વધશે. શૌર્ય પ્રકટ થશે. તમને તમારા સ્વજનોનું સમર્થન મળશે. કામના સ્થળે તમે નવી પહેચાન સ્થાપિત કરવામાં સફળ થશો. દાંપત્યજીવન સુખમય રહેશે. તમને તમારા વ્યવસાયમાં ઉત્તમ અવસરો મળી શકે છે. અવિવાહિત વ્યક્તિઓ માટે લગ્ન યોગ બનવાની સંભાવના છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે.
મેષ: સૂર્યનો ગોચર મેષ રાશિના ધન અને વાણીના ક્ષેત્રમાં રહેશે. તેના અસરથી તમારું બોલવું પ્રભાવશાળી રહેશે. અણધાર્યો ધનલાભ થવાની શક્યતા રહેશે. અટકેલા નાણાં પરત આવી શકે છે. વ્યાપારીઓને નવા કરાર અથવા સોદા મળી શકે છે જે તેમને અલ્પ સમયમાં લાભ આપશે. તમને શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. પ્રવાસનો યોગ બનશે. સમાજમાં તમારો આદર વધશે.
કુંભ: કુંભ રાશિના ચતુર્થ ભાવમાં સૂર્ય રાશિ પરિવર્તન થશે. આ અવધિ દરમિયાન તમારા ભૌતિક સુખ અને સંપત્તિમાં વૃદ્ધિ થશે. ભૂમિ, ગૃહ અને વાહનની ખરીદી શક્ય બનશે. પારિવારિક સુખમાં વધારો થશે. સંબંધોમાં મધુરતા આવશે. તમારા કોઈપણ સપના સાકાર થઈ શકે છે. નોકરિયાત લોકોને આવકમાં વધારો થવાની સાથે બઢતી પણ મળી શકે છે.
(Disclaimer: ઉપરોક્ત માહિતીમાન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)