મનુષ્યના જન્મ અને તેના જન્માક્ષર પ્રમાણે તેનું જીવન નક્કી થતું હોય છે. જન્મ સમયે તારીખ વાર, તિથિ અને મહિનો પણ ખાસ જોવામાં આવે છે. જેમ 12 રાશિઓ છે તેમ જ 12 મહિનાઓ છે. આજે અમે તમને એ પ્રકારે જ તમારા જન્મના મહિના અનુસાર તમારો સ્વભાવ કેવો છે અને તમે કેવું વ્યક્તિત્વ ધરાવો છો તે જણાવીશું.

જાન્યુઆરી:
વર્ષનો પહેલો મહિનો એટલે જાન્યુઆરી આ મહિનામાં જન્મેલા લોકો ખુબ જ સુંદર હોય છે. તેમને કપડામાં ખાસ રુચિ હોય છે. તેમનામાં ફેશનની સમજ પણ સારી હોય છે. આ મહિનામાં જન્મેલા લોકોને કંટાળો પણ જલ્દી આવે છે. કારણ કે તે ઉર્જાથી ભરેલા હોય છે. તેમની અંદર શું ચાલી રહ્યું છે તે જાણવું ખરેખર મુશ્કેલ હોય છે.

ફેબ્રુઆરી:
આ મહિનામાં જન્મેલા લોકોના વિચારને સમજી શકવા ખુબ જ મુશ્કેલ હોય છે. આ લોકો હકીકત અને સપનાને સમાન મહત્વ આપે છે. આ લોકો હોશિયાર અને ચાલાક પણ હોય છે. તેમનું વ્યક્તિત્વ પણ ખુબ જ આકર્ષક હોય છે. આ મહિનામાં જન્મેલા છોકરા અને છોકરીઓ સમજવાની અદ્ભૂત ક્ષમતા ધરાવે છે.

માર્ચ:
તેમનું વ્યક્તિત્વ સુંદર અને આકર્ષક હોય છે. આ લોકો શરમાળ સ્વભાવના હોય છે અને બહુ મુશ્કેલીથી બીજા લોકો સાથે ભળી શકે છે. આ લોકો સાચું બોલવા વાળા અને દયાળુ પણ હોય છે. તે શાંતિપ્રિય પણ હોય છે. તે લોકો બીજાની તકલીફ સમજે પણ છે. તેમને ગુસ્સો પણ જલ્દી આવી જાય છે. તે પોતાની ભાવનાઓને પણ છુપાવીને રાખે છે.

એપ્રિલ:
આ મહિનામાં જન્મેલા લોકો મજાકિયા હોય છે અને વાતાવરણને ખુશનુમા રાખે છે. તે જિદ્દી સ્વભાવના પણ હોય છે અને બીજા પહેલા પોતાની વાત કરવાનું પસંદ કરે છે. દરેક વિષયમાં તેમની રાય સટીક હોય છે. આ લોકો પોતાના ગુસ્સા ઉપર કાબુ પણ નથી રાખી શકતા.

મે:
આ મહિનામાં જન્મેલા લોકો પણ જિદ્દી હોય છે અને કઠોર દિલના હોય છે. તે હંમેશા જોશથી ભરાયેલા હોય છે અને પોતાના દિલનું જ સાંભળે છે. તેમને ગુસ્સો પણ જલ્દી આવી જાય છે. લોકો તેમના તરફ ખુબ જ સરળતાથી આકર્ષિત થઇ જાય છે. આ લોકો ખુબ જ સુંદર પણ હોય છે. અને તેમનું દિમાગ પણ ખુબ જ તેજ હોય છે.

જૂન:
આ મહિનામાં જન્મેલા લોકો સાથે બધાને મજા આવે છે. તેમને સમજી શકવા ખુબ જ મુશ્કેલ હોય છે. આ લોકોમાં ગજબનો આત્મવિશ્વાસ પણ હોય છે. આ લોકો મિલનસાર હોય છે. આ લોકો ભાવનાત્મક રૂપથી કમજોર હોય છે. તેમને વગર કારણે ગુસ્સો આવે છે અને પછી પછતાવો પણ થાય છે.

જુલાઈ:
આ લોકો રહસ્યવાદી હોય છે અને મૂડી પણ હોય છે. તેમનું હૃદય ખુબ જ કોમળ હોય છે. આ મહિનામાં જન્મેલા લોકો ખુબ જ લોકપ્રિય પણ હોય છે. તેમની આસપાસના લોકો પણ ખુશ રહે છે. તેમને નવા મિત્રો બનાવવા અને ફરવાનું ખુબ જ પસંદ હોય છે. તેમને અલગ અલગ વસ્તુઓ એકત્ર કરવાનો પણ ખુબ જ શોખ હોય છે.

ઓગસ્ટ:
આ મહિનામાં જન્મેલા લોકોમાં જોશ વધારે માત્રામાં હોય છે. આ લોકો બહાદુર હોય છે અને ખતરાની ચિંતા નથી કરતા. તેમને લોકોની વચ્ચે ખાસ બનેલા રહેવું પસંદ હોય છે. તેમનું પોતાના ઉપર નિયંત્રણ હોય છે. આ લોકો મનથી વાર્તાઓ રચવામાં પણ બહુ જ ખાસ હોય છે. તેમનામાં બદલાની ભાવના પણ ખુબ જ વધારે હોય છે.તેમની સાથે ભળી જવું પણ ખુબ જ સરળ હોય છે.

સપ્ટેમ્બર:
આ મહિનામાં જન્મેલા લોકો ઉદાર હોય છે અને બીજાની સહાયતા કરવામાં ક્યારેય પાછા નથી પડતા.તેમનામાં શીખવા અને સમજવાની ક્ષમતા બીજા કરતા વધારે હોય છે. આ લોકો સંઘર્ષ કરવામાં પણ પાછા નથી પડતા તે પોતાની મહેનત ઉપર વિશ્વાસ રાખે છે.

ઓક્ટોબર:
આ લોકોને વાતચીત કરવી ખુબ જ પસંદ હોય છે. જે લોકોને આ પસંદ કરી લે છે તેમની સાથે તે ખુબ જ ઈમાનદાર રહે છે. તેમનું મન ખુબ જ સુંદર હોય છે. સાથે જ તે આકર્ષક વ્યક્તિત્વના સ્વામી હોય છે. તેમને સામાન્ય રીતે ગુસ્સો આવી જાય છે. તે બહુ જ બહાદુર પણ હોય છે.

નવેમ્બર:
આ મહિનામાં જન્મેલા લોકો ખુબ જ ઈમાનદાર હોય છે. આ લોકો જો કોઈ કામને શરૂ કરી દે તો તેને ખતમ કર્યા વગર તેમને ચેન નથી પડતું. તે ઘણીવાર ખતરનાક પણ સાબિત થાય છે. તેમનું રહસ્યમય વ્યક્તિત્વ તેમને પોતાની તરફ ખેંચે છે. તે ખુબ જ સંવેદનશીલ હોય છે.

ડિસેમ્બર:
આ મહિનામાં જન્મેલા લોકો પહેલા નંબરના આળસુ હોય છે. આ લોકો બીજા ઉપર વધારે નિર્ભર હોય છે. આ લોકો બીજા સાથે તાલમેલ સાધીને નથી ચાલી શકતા. આ લોકો ભાગ્ય ઉપર વધારે વિશ્વાસ રાખે છે. તે લોકોમાં આંખોની તકલીફ થવાની સમસ્યા પણ રહેતી હોય છે. આ લોકો દેખાવમાં ખુબ જ સુંદર હોય છે.