BREAKING: બાળકો માટે કોરોનાની વેક્સિનમાં આવી આ મોટી સાઈડ ઇફેક્ટ, તાત્કાલિક લીધો આ નિર્ણય

દુનિયાભરની અંદર કોરોનાના સંક્ર્મણમાં ખુબ જ મોટા પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે કોરોનાની આ બીજી લહેરની અંદર બાળકો પણ હવે મોટા પ્રમાણમાં તેની ચપેટમાં આવી રહ્યા છે. એક તરફ વેક્સિનની પણ શરૂઆત થઇ ગઈ છે તો આ બધા વચ્ચે એસ્ટ્રાજેનેકા દ્વારા બાળકો માટે વેક્સિન બનાવવામાં આવી હતી.

જેનું ટ્રાયલ પણ શરૂ કરવાનું હતું પરંતુ હાલમાં આ ટ્રાયલ ઉપર રોક લગાવી દેવામાં આવી છે. બ્રિટેનની ઓક્સફર્ડ યુનિવર્સીટીએ મંગળવારે આ વાતની જાણકારી આપી હતી. આ નિર્ણય વેક્સિન લેવા વાળના લોહીમાં ગઠ્ઠા જામી જવાની સમસ્યાના કારણે  લેવામાં આવ્યો છે.

આ વેક્સિનને વિકસિત કરવામાં મદદ કરવા વાળી ઓક્સફર્ડ યુનિવર્સીટીએ પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે “ટ્રાયલમાં સુરક્ષાને લઈને કોઈ ચિંતા નથી. પરંતુ બ્લડ કોટિંગ એટલે કે લોહીના ગઠ્ઠા જમવાની આશંકા જતાવવામાં આવી રહી છે.”

યુનિવર્સીટીએ કહ્યું છે કે “અભિભાવકો અને બાળકોના શેડ્યુલ વિઝીટ સતત.  જો તેમના મનમાં કોઈ સવાલ છે તો તે ટ્રાયલ સાઇટ્સ ઉપર સંપર્ક કરી શકે છે.”

તમને જણાવી દઈએ કે બ્રિટેનની ઓક્સફર્ડ યુનિવર્સીટીએ કોરોના વાયરસ વેક્સીનનું બાળકો ઉપર ટ્રાયલ શરૂ કર્યું હતું. આ દરમિયાન બાળકોને ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો હતો. આ ટ્રાયલ 6થી 17 વર્ષની ઉંમરના 300 બાળકો ઉપર કરવામાં આવી રહ્યો હતો. પરંતુ રસી લગાવવા વાળના લોહીમાં ગઠ્ઠા જામી જવાની ખબર બાદ ટ્રાયલ ઉપર રોક  લગાવી દેવામાં આવી છે.

માર્ચમાં ઇટલી સમેત ઘણા દેશોની સરકાર દ્વારા એસ્ટ્રોજેનેકાની કોવિડ-19 વેક્સિનના રસીકરણને બૅન કરી દેવામાં આવી છે. વેક્સિનનો ઉપયોગ રોક્યા બાદ યુરોપિય મેડિસિન એજન્સી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેના ફાયદા ખતરા કરતા વધારે છે અને તેને ઉપયોગમાં ચાલુ રાખવી જોઈએ. પરંતુ તેમને એ પણ જણાવ્યું કે વેક્સિન અને બ્લડ કોટ્સ વચ્ચે સંબંધની સંભાવના હોઈ શકે છે અને આ અઠવાડીએ સંશોધિત મૂલ્યાંકન થવાની આશા છે.

Niraj Patel