આ દીકરીને તેની મા માટે છે યોગ્ય વરની તલાશ, શું તમારી નજરમાં છે કોઈ?

0

આજે પણ આપણા સમાજમાં બીજા લગ્ન કરવાની વાત પર સમાજ પાબંધી લગાવે છે. એવા માં જો એક મા બીજા લગ્નની વાત કરે તો તેને પાપ જ માનવામાં આવે છે. પણ સમાજની પાબંધીઓથી ઉપર ઉઠીને એક દીકરી તેની મા ના લગ્નની વાત ખુલ્લેઆમ સોશિયલ મીડિયામાં કરી રહી છે.

સોશિયલ મીડિયાના એકાઉન્ટ દ્વારા આ દીકરીએ પોતાની મા ના લગ્ન માટે વર જોઈએ છીએ એવી જાહેરાત બહાર પાડી છે. આ દીકરીનું નામ છે આસ્થા વર્મા. આસ્થા એક લો સ્ટુડન્ટ છે. આસ્થાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા એક પોસ્ટ મૂકી કે એ તુરંત વાયરલ થઇ ગઈ હતી. અને લોકોએ સારા રિએક્શન પણ આપ્યા હતા.

આ પોસ્ટના કૅપ્શનમાં તેને લખ્યું હતું કે , ‘ તેની મા માટે 50 વર્ષના પતિની તલાશ છે.’ સાથે જ તેને શરત રાખી હતી કે, ‘એ વ્યક્તિ શાકાહારી, સેટલ હોવો જોઈએ અને દારૂ ની આદત ન હોવી જોઈએ.’


આ પોસ્ટને લગભગ 33 હજાર લાઈક આવી ગયા છે અને 7 હજારથી વધુ લોકોએ રીટ્વીટ કર્યું છે. સાથે જ લોકોએ આસ્થાની આ પોસ્ટને ખુબ જ પ્રેમ આપ્યો છે. આસ્થાએ Tinder અને matrimonial સાઈટ જોઈ લીધી છે ત્યાં તેને તેની મા માટે પરફેક્ટ પતિ ન મળ્યો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.