ખબર

આઈઆઈટીના અસિસટંટ રજિસ્ટારે કર્યો આપઘાત, દીકરાનો કોરોના રીપોર્ટ આવ્યો હતો પોઝિટિવ, જાણો વિગત

કોરોના વાયરસની બીજી લહેરે ઘણા હસતા પરિવારોને બરબાદ કરી દીધા છે. આ દરમિયાન એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, IIT કાનપુરના અસિસટન્ટ રજિસ્ટ્રારે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પત્ની ઓરડામાં પહોંચી ત્યારે મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મૃતક ત્યારથી ડિપ્રેશનમાં આવ્યો હતો જ્યારથી તેના દીકરાને કોરોના થયો હતો.

જાણકારી અનુસાર, તેઓ ડિપ્રેશનનો શિકાર હતા. IIT કાનપુરમાં અસિસટન્ટ રજિસ્ટ્રાર સુરજીત કુમાર મૂળ અસમના રહેવાસી હતા. IIT કેંપસના મકાન 340માં તેઓ પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારમાં પત્ની બુલબુલ દાસ, 8 વર્ષ અને 1.5 વર્ષનો દીકરો હતા. મંગળવારે સવારે તેમનો મૃતદેહ રૂમના પંખા પર લટકતી હાલતમાં મળી આવ્ચો હતો.

પત્નીએ કહ્યું કે જ્યારે હું તેમને બપોરે 2 વાગ્યે મળવા ગઇ ત્યારે બધુ બરાબર હતું. તેણે જણાવ્યું હતું કે તેના નાના દીકરામે એક અઠવાડિયા અગાઉ કોરોનાનો ચેપ લાગ્યો હતો. જે બાદ સુરજીતે ગુમસૂમથી રહેવાનું શરૂ કર્યું. તે વધુ કોઈની સાથે વાત કરતો ન હતો.

તે જ સમયે વહીવટીતંત્ર દ્વારા તેમના ઘરની બહાર કોવિડ-19 નું પોસ્ટર લગાવવામાં આવ્યુ. જે બાદ કોલોનીના લોકોને ખબર પડી કે અમારા ઘરે કોરોનાનો દર્દી છે. આસપાસના લોકો અમારી સાથે વાત કરતા નહોતા. સુરજીત ડિપ્રેશનમાં ડૂબી ગયો. પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આપઘાતની માહિતી મળતાની સાથે જ તેનું નિરીક્ષણ કર્યું હતું.

મૃતદેહને કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. પોલીસ મૃતકની પત્ની અને નજીકના લોકોની પૂછપરછ કરીને આ કેસની તપાસ કરી રહી છે. જો કે, તપાસ દરમિયાન હજી સુધી કંઇ પણ શંકાસ્પદ મળી આવ્યું નથી.