પ્રેમમાં પડેલી 15 વર્ષની સગીરાએ HIV+ બોયફ્રેન્ડના શરીરમાંથી લોહી કાઢી પોતાનામાં કર્યુ ઇન્જેક્ટ, ખતરનાક કારણ બહાર આવ્યું

પ્રેમમાં વ્યક્તિ ગાંડપણની એ હદ સુધી પહોંચી જાય છે કે તેને સાચા કે ખોટાની કોઇ પરવા હોતી નથી. આજ સુધી ઘણા લોકોએ પ્રેમમાં નસ કાપી હશે, પ્રેમમાં કોઇની હત્યા કરી હશે કે પછી લોહીથી લેટર લખ્યો હશે. જો કે, આજે અમે તમને જે લવ સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ, તેમાં એક યુવતીએ ફેસબુક પર મળેલા બોયફ્રેન્ડ સાથે રહેવા માટે પોતાનું આખું જીવન દાવ પર લગાવી દીધું. આ છોકરી જે છોકરાને ફેસબુક પર મળી હતી તે HIV પોઝિટિવ હતો.

આવી સ્થિતિમાં છોકરીએ છોકરાના શરીરમાંથી લોહી કાઢીને પોતાના શરીરમાં ઈન્જેક્ટ કરી દીધુ. પૂર્વોત્તર રાજ્ય આસામના સુઆલકુચી જિલ્લામાં એક યુવતીએ પોતાના બોયફ્રેન્ડ માટે આ રીતે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. આ છોકરો હાજોના સતડોલાનો રહેવાસી છે. 15 વર્ષની યુવતીની ફેસબુકના માધ્યમથી એક છોકરા સાથે મિત્રતા થઈ હતી. આ પછી બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને સમય જતાં બંનેનું બંધન ગાઢ બની ગયુ. ટૂંક સમયમાં જ બંને એકબીજા વિના રહી શક્યા નહીં. અહેવાલો અનુસાર, છોકરી ઘર છોડીને ઘણી વખત છોકરા સાથે ભાગી ગઈ છે.

જ્યારે પણ તે ભાગતી ત્યારે તેના માતા-પિતા તેને ઘરે લઈ આવતા હતા, જો કે, આ વખતે તેણે એવું આકરું પગલું ભર્યું કે બધા સ્તબ્ધ થઈ ગયા. આ વખતે તેણે સિરીંજની મદદથી તેના એચઆઈવી પોઝીટીવ બોયફ્રેન્ડના શરીરમાંથી લોહી કાઢ્યું અને પછી પોતાના શરીરમાં ઈન્જેક્ટ કર્યુ. તેણે તેના પ્રેમને સાબિત કરવા તેનું જીવન દાવ પર લગાવી દીધુ. છોકરી અને તેના પરિવારને તાજેતરમાં જ ખબર પડી કે છોકરો એચઆઇવી પોઝીટીવ છે.

આ પછી યુવતીના પરિવારજનો આ સંબંધના વધુ વિરૂદ્ધ બન્યા હતા. આનાથી ગુસ્સે થઈને યુવતીએ તેના પ્રેમીના શરીરમાંથી સિરીંજ વડે લોહી કાઢીને તેના શરીરમાં ઈન્જેક્ટ કરી દીધુ. આ મામલો સામે આવતાં જ પોલીસે બંનેની ધરપકડ કરીને મેડિકલ માટે મોકલી આપ્યા હતા. આ ઘટના સોશિયલ મીડિયા પર શેર થતાં જ લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ કે આજની પેઢી કંઈપણ વિચાર્યા વગર મોટુ પગલુ ભરી દે છે.

Shah Jina