ખબર

બોલીવુડના સિતારાઓ પણ આવ્યા આસામના લોકોની વ્હારે, અક્ષય કુમારે કરી આટલા કરોડની મદદ તો પ્રિયંકા ચોપરાએ મદદ માટે કરી અપીલ

આસામમાં ભારે વરસાદને પગલે જીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. ત્યારે બોલીવુડના સિતારાઓ પણ મદદ માટે સક્રિય થઇ ગયા છે. ફિલ્મો સિવાય મદદ કેવા માટે ફરી અક્ષયકુમારે દરિયાદિલી બતાવી છે.અક્ષય કુમારે એન પ્રિયંકા ચોપરાએ જરૂરતમંદોને મદદ કરવાની અપીલ કરી છે. સાથે તેને પણ કરોડો રૂપિયાના રક્મ દાન પણ કર્યું છે.

Image Source

અક્ષય એક એવો અભિનેતા છે જે  જે કોઈને કોઈ રીતે મદદ કરવા માટે હાથ આગળ કરતો જ રહે છે. અક્ષયે આસામમાં આવેલી પૂરની સ્થિતિને કારણે બહુજ દુઃખી છે. અક્ષય દુઃખ વ્યકટ કરતા ટ્વીટ કર્યું હતું કે, આસામમાં ભારે વરસાદને પગલે માણસો અને મનુષ્યને તાત્કાલિક મદદની જરુર છે. હું સીએમ રિલીફ ફંડ અને કાજીરંગાપાર્કના બચાવ માટે 1-1 કરોડ રૂપિયા દાનમાં આપીશ. તમને બધાને પણ અપીલ કરીશ કે તમે પણ તમારો સહયોગ કરો.

અક્ષય કુમારે આ પહેલા મે મહિનામાં પણ ઓડીસામાં તોફાનમાં પ્રભાવિત થયેલા લોકો માટે 1 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. આ સિવાય ભારતના વીરના માધ્યમથી સુરક્ષાબળોના પરિવારને પણ મદદ કરે છે. ત્યારે કેરળ અને ચેન્નાઇમાં આવેલા પૂર્ણ સમયમાં પણ અક્ષયકુમારે મદદ કરી હતી.  અક્ષયની આગામી ગિલ્મ મિશન મંગલ  15 ઓગસ્ટના રિલીઝ થશે.

Image Source

આજે 18 જૂલાઇએ પ્રિયંકા ચોપરા તેનો જન્મ દિવસ મનાવી રહી છે. ત્યારે પ્રિયંકા ચોપરાએ ટ્વીટ કરી, સીએમ ફંડમાં ડોનેશન કરવાની અપીલ કરી છે. સાથે જ  દુઃખ વ્યક્ત કર્યું હતું. આસામમાં આવેલા પૂર્ણ કારણે હજારો લોકો બારઘેર થયા છે. સાથે જ જાનવરોની પણ ખરાબ હાલત  છે.


જણાવી દઈએ કે આસામના 33 જિલ્લા પૂરની હડફેટે ચડી ગયા છે. આ પૂરને કારણે 17 લોકોના મોટ નિપજ્યા છે. તો 45 લાખ લોકો પ્રભાવિત થયા છે.  સાથે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં  પ્રાણીઓની સ્થિતિ વણસી ગઈ છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks