સુરતમાં મિત્રના જન્મ દિવસની પાર્ટીમાંથી સ્પોર્ટ્સ બાઈક લઈને પરત ફરી રહેલા બે મિત્રોએ અચાનક બાઈક પરથી કાબુ ગુમાવ્યો અને બાઈક નદીમાં ખાબકી, બંનેના મોત

જન્મ દિવસની પાર્ટીમાં બે મિત્રોને જવું પડ્યું મોંઘુ, ઘરે પરત આવતા બાઈક પુલ પરથી નદીમાં ખાબકી, બંનેના ઘટના સ્થળે જ મોત, આખું ગામ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યું…જુઓ તસવીરો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી છે. જેમાં રોડ અકસ્માતમાં કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે તો કેટલાય લોકોના મોત પણ નિપજતા હોય છે. ત્યારે હાલ સુરતમાંથી એક એવી જ ઘટના સામે આવી છે. જ્યાં બાઈક લઈને બ્રિજ પરથી પસાર થઇ રહેલા બે મિત્રોની બાઈક સંતુલન ગુમાવતા નદીમાં ખાબકી અને બંને મિત્રોના મોત નિપજ્યા હતા.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં આવેલા માંગરોળ તાલુકાના બોરસરા ગામના નવા ફળિયામાં રહેતા રોહિત વસાવા અને યોગેશ રાઠોડ નામના બંને મિત્રો પોતાની સ્પોર્ટ્સ બાઈક લઈને ધોળીકુવા ગામે એક મિત્રના જન્મ દિવસની પાર્ટીમાં હાજરી આપવા માટે ગયા હતા. જ્યાંથી તેઓ પાર્ટી પૂર્ણ કરીને રાત્રે 8 વાગ્યાની આસપાસ પોતાના ગામ બોરસરા જવા માટે નીકળ્યા હતા.

આ દરમિયાન જ આસરમા ગામની કિમ નદીના પુલની ઉપર જ તેમની બાઈક ડિવાઈડર સાથે અથડાઈ હતી અને જેના કારણે સ્ટેરીંગ પરત્નો કાબુ ગુમાવતા બંને મિત્રો નદીમાં પડ્યા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતની જાણ રાહદારીઓને થતા તેમણે તાત્કાલિક પોલીસને આ મામલે જાણ કરી અને પોલીસ પણ તબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ મામલે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બંને યુવકોના મૃતદેહને કબ્જે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં મોતને ભેટેલા રોહિતની ઉંમર 25 વર્ષ હતી જયારે યોગેશની ઉંમર 24 વર્ષ હતી. તેઓ બપોરના સમયે જ ધોળીકૂઈ ગામમાં મિત્રના જન્મ દિવસની પાર્ટીમાં આવી ગયા હતા. પરંતુ પરત ફરતા તેમને આ અકસ્માત નડ્યો. બંને યુવકોના મોતના કારણે આખા ગામમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

Niraj Patel