ખબર

ગંદી ફિલ્મો ચલાવવાના રેકેટમાં એક અભિનેત્રીની થઇ ધરપકડ, મોડલ સાથે બળજબરીથી કરાવતી હતી ગંદી ફિલ્મોમાં કામ

છેલ્લા થોડા દિવસ પહેલા જ મુંબઈ પોલીસે બૉલીવુડ અભિનેત્રી શિલ્પા  શેટ્ટીના પતિ બિઝનેસમેન રાજ કુન્દ્રાની ગંદી ફિલ્મો બનાવવાના આરોપસર ધરપકડ કરી છે.  જેના બાદ હવે  ઘણી અભિનેત્રીઓના નામ પણ સામે આવી રહ્યા છે. નવભારત ટાઈમ્સની ખબર પ્રમાણે હવે કોલકત્તા પોલીસે એક મોડલથી અભિનેત્રી બનેલી 30 વર્ષની નંદિતા દત્તાની ગંદી ફિલ્મો બનાવવાના આરોપસર ધરપકડ કરી છે.

આર ભારતન ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે બે આરોપીઓ નંદિતા દત્તા અને મૈનકની કોલકત્તા પોલીસે ન્યુ ટાઉનમાંથી ધરપકડ કરી છે. પોલીસે આ મામલામાં કેસ દાખલ કરી લીધો છે જ્યાં શહેરની 5 સ્ટાર હોટલમાં મહિલાઓને સામાન્ય ફોટોશૂટના નામ ઉપર ગંદી ફિલ્મો બનાવવા માટે ઠગવામાં આવતી હતી. આ વીડિયોને ન્યુફ્લીક એપ સહીત બીજી ઘણી એપ ઉપર અપલોડ કરવામાં આવતા હતા.

Image Source: (R.bharat)

નવ ભારત ટાઈમ્સના રિપોર્ટ અનુસાર ફરિયાદ કરનાર એક મોડલ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે બેલીગંજ સ્થિત એક સ્ટુડીઓમાં તેનું બળજબરીથી ન્યૂ ફોટોશૂટ કરાવ્યું હતું. તેને એમ પણ આરોપ લગાવ્યો છે કે શહેરની ન્યુ ટાઉન હોટલમાં તેની મિત્ર સાથે પણ બળજબરીથી ગંદા વીડિયો બનાવવામાં કામ કરાવ્યું હતું.

ઈ ટાઈમ્સ સાથે વાત કરતા પોલીસના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે લોકો બંનેને આંય આરોપીઓ વિશે પુછપરછ કરીશું અને એ શોધખોળ કરીશું કે ક્યાંથી આ લોકો સંગઠિત રીતે ગંદા અને અશ્લીલ કન્ટેન્ટ શૂટ કરે છે. એ પણ તપાસ કરવામાં આવશે કે આ વીડિયોને ક્યાં વેચવામાં આવે છે અને આ લોકો કોઈ મોટા મોટા રેકેટનો તો ભાગ નથી ને.”