દયાબેનની એન્ટ્રી પર પ્રોડયુસર અસિત મોદીએ તોડી ચુપ્પી, જાણો કયારે થશે જેઠાલાલની પત્નીની વાપસી
ટીવીનો લોકપ્રિય કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સતત 12 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરે છે. આ શોના બધા કલાકાર તેમના મજાકિયા અંદાજને કારણે જાણિતા છે. આ શોના સૌથી જાણિતા અને પસંદગીતા કલાકાર જેઠાલાલ અને દયાબેન છે. છેલ્લા ઘણા સમયથી દયાબેન આ શોમાં નથી, પરંતુ તેમની વાપસીને લઇને ઘણી ખબરો આવી રહી છે.
દયાબેન હવે શોમાં કયારે વાપસી કરશે, અથવા તો કરશે કે નહિ તેને લઇને અટકળો લગાવવામાં આવી રહી છે અને આ પર આખરે પ્રોડયુસર અસિત મોદીએ ચુપ્પી તોડી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા અસિત મોદીએ કહ્યુ કે, હું સમજી શકુ છુ કે દર્શકો દયાભાભીની રાહ જોઇ રહ્યા છે. તેઓ રાહ જોઇને થાકી ચૂક્યા છે.
દર્શકો શોમાં તેમની વાપસી ઇચ્છે છે અને હું તેમની ભાવનાઓને સમજી શકુ છુ. હું સમજી શકુ છુ કે શોમાં દર્શકો દયાબેનને જોવા ઇચ્છે છે. હું પણ તેમને શોમાં દેખવા ઇચ્છુ છું. એક દર્શકના વ્યુથી કહુ તો દયાભાભીને શોમાં પાછા જોવા ઇચ્છુ છુ. પરંતુ આ મહામારી દરમિયાન કેટલીક વસ્તુ સંભવ નથી. લોકોએ મને આગળના 2-3 મહિના સુધી સપોર્ટ કરવો પડશે. હું તેમને વિનંતિ કરુ છુ કે તે અમારી પરેશાની સમજે.
તેમણે આગળ કહ્યુ કે, અમારી પાસે એક મોટી સ્ટાર કાસ્ટ છે અને અમે એક પરિવાર જેવા છીએ. હું ફરીથી કહુ છુ કે આ કોઇ બહાનું નથી. અમે અમારુ 100% આપી રહ્યા છીએ, કારણ કે દર્શકો સુધી મનોરંજન પહોંચે. અમે દર્શકો સુધી રીપિટ કન્ટેન્ટ નથી પહોંચાડી શકતા. અમે દિવસ રાત કામ કરી રહ્યા છીએ.
તમને જણાવી દઇએ કે, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં દિશા વાકાણી દયાબેનનો રોલ પ્લે કરી રહી છે. તેમણે વર્ષ 2017માં બ્રેક લીધો હતો. તેના કેટલાક વર્ષ બાદથી તેમના શોમાં પાછા આવવાની ખબર આવી હતી. જો કે, હજી સુધી તેમની વાપસી થઇ નથી.