‘તમાકુથી કેન્સર થાય છે, અવાજ નીકાળવાથી નહિ’, દયા ભાભીના કેન્સર પર અસિત મોદીએ જુઓ શું શું કહ્યું

લો ભાઇ આ તો LOL થઇ ગયુ ! દરેકની ફેવરિટ દિશા વાકાણી એટલે કે દયાબેનને કેન્સર હોવાના ફેક ન્યૂઝ એટલા વાયરલ થયા કે સોશિયલ મીડિયા પર તે ચર્ચાનો વિષય બની ગઇ. દિશા વાકાણીને કેન્સર થયુ હોવાની અફવા સામે આવતા જ ચાહકો તો દુખી થઈ ગયા હતા. પરંતુ જ્યારે આ સમાચાર ખોટા સાબિત થયા ત્યારે તેમણે રાહતનો શ્વાસ લીધો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણી સાથે કામ કરનાર દિલીપ જોશીની આ મામલે પ્રતિક્રિયા આવી હતી. તેમણે આ ખબરને અફવા ગણાવી હતી.

આ ઉપરાંત તારક મહેતામાં દયાબેનના ભાઇ એટલે કે સુંદર વીરા, જે દિશા વાકાણીના સગા ભાઇ મયૂર વાકાણી નિભાવે છે તેમની પણ પ્રતિક્રિયા સામે આવી. આ ખબરોને મયૂરે પણ અફવા ગણાવી અને કહ્યુ કે, તેમની બહેન સ્વસ્થ છે. ત્યારે હવે તારક મહેતાના નિર્માતા અસિત મોદીએ દિશા વાકાણીને કેન્સર હોવાના ફેક ન્યૂઝ પર એપિક પ્રતિક્રિયા આપી છે. સૌથી પહેલા અસિત મોદીએ કહ્યું કે દિશા વાકાણીને કેન્સર હોવાની કોઈ માહિતી તેમની પાસે નથી. લોકો આવા સમાચાર સોશિયલ મીડિયા પર લાઈક્સ અને ક્લિક બિટ્સ માટે મૂકે છે.

આ પછી અસિત મોદીએ એવા અહેવાલો પર કટાક્ષ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે તારક મહેતા શોમાં અલગ અવાજમાં બોલ્યા બાદ દિશા વાકાણીને ગળાનું કેન્સર થયું છે. આસિત મોદીએ આજતક સાથેની વાતચીતમાં કહ્યું કે, કેન્સર અવાજ નીકાળવાથી નહીં પણ તમાકુ ખાવાથી થાય છે. આ રીતે મિમિક્રી કરનારા બધા ડરી જશે. અસિત મોદીની આ વાતમાં એમ તો દમ છે. તેમણે સાચું જ કહ્યું કે, જો આવી મિમિક્રી કરવાથી કે અલગ-અલગ અવાજમાં બોલવાથી ગળાનું કેન્સર થતુ હોત તો દુનિયાના કરોડો મિમિક્રી કલાકારોનું શું થાત.

રાહતની વાત એ છે કે દિશા વાકાણીને કોઈપણ પ્રકારનું કેન્સર નથી. જો કે, હજુ સુધી ગળાના કેન્સરના સમાચાર પર દિશા વાકાણીની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. તેના ભાઈ મયુર વાકાણીએ ચોક્કસપણે પ્રતિક્રિયા આપી છે. મયુરે આ અહેવાલોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે. આશા છે કે ટૂંક સમયમાં દિશા પણ આ સમાચાર પર સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપીને ચાહકોને ખુશ કરશે. દિશા હાલમાં તેના જીવનના સુખી તબક્કાનો આનંદ માણી રહી છે. થોડા સમય પહેલા જ તે બીજી વખત માતા બની હતી. દિશા વાકાણી હવે બે બાળકોની માતા છે.

દિશાએ 5 વર્ષ પહેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાંથી મેટરનિટી લીવ લીધી હતી. ત્યારથી તે શોમાં પાછી ફરી નથી. દિશા બે બાળકો બાદ સંપૂર્ણ માતૃત્વ જીવી રહી છે. દિશા વાકાણીએ પોતાના પરિવારને પ્રાથમિકતા આપી છે. ફેન્સ બસ આ જ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે દિશા પરિવારની જવાબદારી પૂરી કરીને તારક મહેતા સાથે ફરી જોડાશે.

Shah Jina