BREAKING: આ પ્રખ્યાત બૉક્સરનું થયું નિધન, જેમને 1998ના એશિયન ગેમ્સમાં જીત્યું હતું ગોલ્ડ મેડલ, ખેલ પ્રેમીઓ ડૂબ્યા શોકમાં

1998ના એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા દિગ્ગજ મુક્કાબાજ ડીંકો સિંહનું આજે ગુરુવારના રોજ નિધન થયાની ખબર આવી છે. તે લીવરના કેન્સરથી ઝઝૂમી રહ્યા હતા. 2017થી તેમની સારવાર ચાલી રહી હતી. ડીંકો સિંહ ગયા વર્ષે કોરોનાની ચપેટમાં પણ આવ્યા હતા. 41 વર્ષીય ડીંકો કોરોના ઉપર વિજય મેળવીને હોસ્પિટલથી ઘરે પરત ફર્યા હતા.

મણિપુરના રહેવા વાળા ડીંકોને 1998માં અર્જુન પુરસ્કાર અને 2013માં પદ્મશ્રી દ્વારા પણ નવાજવામાં આવ્યા હતા. તે મેરીકોમ જેવા ઘણા સ્ટાર બૉક્સરના રોલ મોડલ રહ્યા છે. તો તેમના નિધન ઉપર ખેલ જગતમાં પણ દુઃખનો માહોલ છે. ચાહકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

ઓલમ્પિક મેડલિસ્ટ બોક્સર વેજેન્દર સિંહે ડીંકો સિંહના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો છે. વિજેન્દરે ટ્વીટ કર્યું છે કે, “હું ડીંકો સિંહને શ્રદ્ધાંજલિ આપું છું. તેમના જીવનની યાત્રા અને સંઘર્ષ આવનારી પેઢીઓ માટે હંમેશા પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે શોક સંતપ્ત પરિવારને દુઃખના આ સમયમાંથી બહાર આવવાની શક્તિ મળે.”

તો ડીંકો સિંહના નિધન ઉપર કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. રિજિજૂએ ટ્વીટ કરીને લખ્યું છે, “શ્રી ડીંકો સિંહના નિધનથી હું સ્તબ્ધ છું. તે ભારતના અત્યાર સુધીના  સૌથી શ્રેષ્ઠ મુક્કાબાજોમાં એક હતા. 188ના બેન્કોક એશિયાઈ ખેલોમાં ડીંકોના સુવર્ણ પદકે ભારતમાં બોક્સિંગ ચેઇન રિએક્શનને જન્મ આપ્યો. હું શોક સંતપ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.”

ડીંકો સિંહે 1997માં પોતાનું ઇન્ટરનેશનલ બોક્સિંગ ડેબ્યુ કર્યું હતું. બેન્કોકમાં થયેલા કિંગ્સ કપમાં તેમને ગોલ્ડ મેડલ ઉપર કબ્જો કર્યો. જેના બાદ ડીંકો 1998માં બેન્કોક એશિયાન ગેમ્સમાં 54 કી.ગ્રા. બેન્ટમવેટ કેટેગરીમાં પણ સુવર્ણ પદક જીતવામાં સફળ રહ્યા.

Niraj Patel