રોહિત શર્માએ લીધો એવો સંકલ્પ કે વીડિયો જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે, કહ્યું… “દુનિયા જીતતા પહેલા…” જુઓ

ભારતીય ક્રિકેટ ટીમ હાલ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે છે અને ત્યાં 5 ટી-20 સિરીઝ રમી રહી છે, જેમાં 3માંથી 2 મેચ જીતી ચુકી છે અને હવે બાકીની બે મેચમાંથી એક જીત મેળવીને તે હવે ટી-20 કપ ઉપર પણ વિજય મળેવી લેશે. છેલ્લી બે મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમાશે. ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ બાદ એશિયા કપમાં પ્રવેશવાની છે. આ ટુર્નામેન્ટ 27મી ઓગસ્ટથી શરૂ થવાની છે.

અગાઉ આ ટૂર્નામેન્ટ શ્રીલંકામાં યોજાવાની હતી પરંતુ ત્યાંની રાજકીય અસ્થિરતાને કારણે તેને UAE શિફ્ટ કરવામાં આવી છે. એશિયા કપ માટે ભારતને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આ પહેલા રોહિત શર્માનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે એશિયા કપ જીતવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પરંતુ, તેની શૈલી ઉત્સાહથી ભરેલી છે.

એશિયા કપના બ્રોડકાસ્ટરે એશિયા કપનો પ્રોમો રિલીઝ કર્યો છે. આમાં રોહિત શર્મા એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. પ્રોમોમાં તે કહેતો જોવા મળે છે કે તે વિશ્વ જીતતા પહેલા એશિયા કપ જીતવા માંગે છે. રોહિત આ વીડિયોમાં કહે છે, સાત વાર એશિયા કપ ઉઠાવો, વિશ્વની નંબર 1 ટીમ કહેવાવું, નવા વર્લ્ડ રેકોર્ડ બનાવવા. પરંતુ આ બધામાં એ ગર્વ ક્યાં જે 140 કરોડ ભારતીય ચાહકોના મોઢેથી સાંભળવામાં આવે છે… ઇન્ડિયા ઇન્ડિયા.

રોહિત આગળ કહે છે કે “તો આ ગૌરવના દમ ઉપર આપણે દુનિયા ઉપર છવાઈ જઈએ. પરંતુ એ પહેલા એશિયા કપ ઉપર ફરીથી તિરંગો લહેરાવી દઈએ. મિશન એશિયા ઉપર છવાવવું.” ઇન્ટરનેટ ઉપર રોહિતનો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ક્રિકેટ પ્રેમીઓમાં પણ તે ખુબ જ ઉત્સાહ ભરી રહ્યો છે. તેના ચાહકો પણ આ વિડીયો ઉપર ઉગ્રતાથી પ્રતિભાવ આપી રહ્યા છે.

Niraj Patel