એશિયા કપમાં છવાઈ આ મિસ્ટ્રી ગર્લ : તસવીરો જોઈને આખું સોશિયલ મીડિયા ગાંડુ થયું, બનવા માંગે છે બોલીવુડની અભિનેત્રી, જાણો કોણ છે આ ખુબસુરત બલા

ક્રિકેટ રસિયાઓ હાલ એશિયા કપનો આનંદ માણી રહ્યા છે. મેચ દરમિયાન ઘણા બધા એવા દૃશ્યો પણ જોવા મળે છે જે ચર્ચામાં રહેતા હોય છે, ખાસ કરીને કેમેરામેન જયારે તેના કેમેરામાં કેટલીક સુંદર હસીનાઓને કેદ કરે છે, જેના બાદ ચાહકો પણ તે હસીના કોણ છે તે જાણવા માટે અધીરા બનતા હોય છે. હાલ એવો જ એક સુંદર ચહેરો વાયરલ થઇ રહ્યો છે, જેના વિશે જાણવા માટે પણ ચાહકો આતુર છે.

એશિયા કપ 2022માં અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન એક પ્રશંસકે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. મેચ વિશે પણ ઘણી ચર્ચા થઇ પરંતુ વધુ હેડલાઇન્સ એક સુંદર અફઘાન ચાહક દ્વારા બનાવવામાં આવી હતી જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સ્ટેડિયમમાં પહોંચેલા આ અફઘાન ફેનનો લુક એવો હતો કે બધા જોતા જ રહી ગયા. આ તસવીરો એટલી વાયરલ થઈ કે હવે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આખરે ચાહક કોણ છે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સુંદર ફેનનું નામ વજમા અયુબી છે. તે એક બિઝનેસ મેન છે અને ફેશન બ્રાન્ડ ‘લમન ક્લોથિંગ’ ચલાવે છે. મશૂર વજમા તેની સુંદરતા સાથેની પ્રતિભા માટે બોલિવૂડમાં કામ કરવા માંગે છે. તે 28 વર્ષની છે અને પોતાની કારકિર્દી બનાવવા માટે અફઘાનિસ્તાનથી દુબઈ આવી હતી.

વજમા સામાજિક મુદ્દાઓ પર પણ ખુલીને બોલતી રહી છે. અફઘાનિસ્તાનમાં દેશવાસીઓ સાથે થઈ રહેલા ખરાબ વ્યવહાર સામે ઘણી વખત તેને અવાજ ઉઠાવ્યો હતો. આ ઉપરાંત તેણે દેશમાં થઈ રહેલા ભેદભાવ વિશે વાત કરી જેનો સામાન્ય લોકોને દરરોજ સામનો કરવો પડે છે. વજમા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

મેચ દરમિયાન આ તસવીર વાયરલ થયા બાદ તેના ફેન્સ અને ફોલોઅર્સની સંખ્યામાં વધુ વધારો થયો છે. વજમા અયુબીએ પોતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી અફઘાનિસ્તાનના ઝંડા સાથે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી છે, જે પછી તે વાયરલ થઈ રહી છે. તેનો લુક અને ડ્રેસ એવો હતો કે સ્ટેડિયમમાં બધાની નજર વજમા તરફ હતી.

Niraj Patel