દિલ્હીની આ હોટલમાં 1 રોટલીની કિંમત છે 450 રૂપિયા, જુઓ અંદરનો ભવ્ય નજારો

હોટેલનું નામ સાંભળતા જ આપણા મોઢામાં પાણી આવી જાય છે. કારણ કે ફાઈવ સ્ટાર કે સેવન સ્ટાર હોટેલની વાત જ કંઈક અલગ હોય છે. હોટેલનું ઈન્ફ્રાસ્ટ્રકચરથી માંડીને તેનું ભોજન એટલું ચટાકેદાર હોય છે કે તમે ખાતા ન ધરાવ. આમ તો ભારતમાં અનેક ભવ્યાતી ભવ્ય હોટલો આવેલી છે. જેમા કેટલીક ઐતિહાસિક છે તો કોઈ મોડર્ન. પરંતુ આજે અમે જે હોટેલની વાત કરવા જઈ રહ્યા છીએ તેની આઈટમના ભાવ સાંભળીને તમને એસીમાં પણ પરસેવો છૂટી જશે.

હકિકતમાં એશિયાના ટોપ 50 રેસ્ટોરન્ટની યાદી જાહેર કરવામાં આવી છે. આ 50માં 3 ભારતની રેસ્ટોરાંને પસંદ કરવામાં આવી છે. જેમાં બે દિલ્હીની અને એક મુંબઈની હોટેલનો સમાવેશ થાય છે. આ યાદી વિલિયમ રીડ બિઝનેસ મીડિયા લિમિટિડ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં પહેલા નંબરે છે જાપાનના ટોક્યોમાં આવેલી હોટેલ.

આ યાદીમાં ભારતીની કુલ ત્રણ રેસ્ટોરન્ટ છે. જેમાં 21માં નંબરે મુંબઈની Masque રેસ્ટોરન્ટ છે, 22માં નંબરે પર દિલ્હીની Indian Accent રેસ્ટોરન્ટ છે અને 49માં નંબરે દિલ્હીની જ Megu રેસ્ટોરન્ટ છે.

હવે જો આપણે મુંબઈની Masque હોટેલના મેન્યૂની વાત કરીએ તો અહિંયા એક સમોસા ચાટની કિંમત 450 રૂપિયા છે તો લેંબ દમ બિરયાનીનો ભાવ 1,250 રૂપિયા છે. આ હોટેલ મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલી છે અને તેની શરૂઆત શેફ પ્રતિક સાધુ અને ડાયરેક્ટર અદિતિ ડુગરે કરી હતી.

જો આપણે નવી દિલ્હીની Indian Accent રેસ્ટોરન્ટની વાત કરીએ તો અહીંયા શાક રોટલી ખાવી પણ સામાન્ય લોકો માટે સપના સમાન છે. મીડિયા રિપોર્ટ અનુસાર લોધી ગાર્ડન સ્થિત આ હોટેલમાં એક રોટલીની કિંમત 450 રૂપિયા છે. અહિંયા બટર ચિકન કુલચા 450 રૂપિયામાં મળે છે. આ ઉપરાંત અહીં દાલ મુરાદાબાદીની એક પ્લેટની કિંમત 1050 રૂપિયા છે. હોટેલની શરૂઆત શેફ મનિષ મલ્હોત્રાએ કરી હતી.

તો બીજી તરફ ધ લીલા હોટેલની રેસ્ટોરન્ટ Megu તેના Miso Grilled Baby Chicken માટે પ્રખ્યાત છે. તેની કિંમત 1800 રૂપિયા છે. હવે જો તમે ક્યારેય દિલ્હી કે મુંબઈ જાવ અને તમારી આર્થિક સ્થિતિ સારી હોય તો તમે આ હોટલના ભોજનનો સ્વાદ માણી શકો છો.

YC