ખબર

અહીં ખોદકામ દરમ્યાન મળ્યા મહાભારત કાળના રથ અને મુકુટ, અને બીજી ઘણી બધી વસ્તુઓ

ઉત્તરપ્રદેશ રાજ્યમાં બાગપત જિલ્લાના સનૌલી ગામમાં ખોદકામ દરમ્યાન ભારતીય પુરાતત્વ વિભાગ (Archaeological Survey of India) ને ખૂબ જ મોટી સફળતા મળી છે. અહીં જમીનની નીચે 4000 વર્ષ પહેલાના પવિત્ર ખંડ, શાહી પટારા, દાળ-ચોખાથી ભરેલા માટલા, તલવાર, હથિયાર, મુકુટ અને મનુષ્યો સાથે દફન કરવામાં આવેલા પશુઓના હાડકા મળ્યા છે.

Image Source

એએસઆઇ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિયોલોજીના ડાયરેક્ટર ડૉ. એસ કે મજુલનું કહેવું છે કે એએસઆઇને સનૌલીમાં મહાભારત કાળની ઘણી પ્રાચીન સભ્યતાઓના અવશેષો મળ્યા હતા. અહીં જાન્યુઆરી 2018માં ખોદકામ શરુ કરવામાં આવ્યું હતું. જેમાં તેમને બે રથ, શાહી પટારા, તલવાર, મુકુટ, ઢાલ મળ્યા હતા. જેનાથી એ સાબિત થાય છે કે 2 હજાર વર્ષ પહેલા યોદ્ધાઓની લાંબી ફૌજ અહીં રહેતી હશે.

Image Source

ડૉ. એસ કે મજુલનું કહેવું છે કે આ વખતે તેમને ખોદકામમાં મળેલા અવશેષ હડ્ડપન સભ્યતાથી અલગ મળ્યા છે. એને જોઈને એવું લાગે છે કે હાલમાં જ મળેલા અવશેષ હડ્ડપન સભ્યતાના સૌથી વિકસિત સમયના છે. આનાથી એ સમજવામાં સરળતા થશે કે યમુના અને ગંગાના કિનારે કેવી સંસ્કૃતિ હશે.

Image Source

ડૉ. એસ કે મજુલે કહ્યું કે આ વખતના ખોદકામમાં તેમને તાંબાથી બનેલી તલવાર, મુકુટ, ઢાલ, રથ સિવાય ચોખા અને અડદ દાળથી ભરેલા માટલા મળ્યા છે. આ ખોદકામમાં મળેલા અવશેષો હડ્ડપન સભ્યતાથી અલગ મળ્યા છે. કબરોની પાસે જંગલી સુવર અને નોળિયાના શબ પણ મળ્યા છે. આનાથી એ સમજમાં આવે છે કે જાનવરોની બલિ દિવંગત આત્માઓને આપવામાં આવી હશે. હાલ એએસઆઇ ખોદકામમાં મળેલા અવશેષોના ડીએનએ, ધાતુ શોધન અને બોટાનીકલ એનાલિસિસ કરી રહી છે.

Image Source

આ સિવાય ખોદકામમાં જમીનની અંદર કેટલાક પવિત્ર કક્ષો પણ મળ્યા છે જે વિશે ડૉ. એસ કે મજુલનું કહેવું છે કે એ સમયે મૃત્યુ બાદ પવિત્ર કક્ષોમાં મૃતદેહોને રાખીને અનુષ્ઠાન કરવામાં આવતું હશે.

ડૉ. એસ કે મજુલનું માનવું છે કે એએસઆઇને અત્યાર સુધીમાં મળેલી સાઇટ્સમાં સનૌલી એવી જગ્યા મળી છે જ્યા સૌથી વધુ કબરો છે. સનૌલીમાં ખોદકામ દરમ્યાન મળેલી વસ્તુઓને મહાભારત કાળ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. અહીં મળેલી કબરોને પણ મહાભારત કાળ સાથે જોડવામાં આવી રહી છે, કારણ કે મહાભારતના સમયમાં પાંડવોએ માંગેલા 5 ગામોમાં બાગપત પણ સામેલ હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks