રોહિતની પીઠ પાછળ ઉભા રહીને અશ્વિન કરી રહ્યો હતો એવું કામ કે કેમેરામાં કેદ થઇ ગઈ ઘટના, જુઓ પેટ પકડીને હસાવે તેવો વીડિયો

ટોસ દરમિયાન રોહિત શર્માની પાછળ આ શું કરી રહ્યો હતો આર. આશ્વિન, તેની હરકતનો વીડિયો થઇ ગયો ઇન્ટરનેટ પર વાયરલ, જુઓ

ભારતીય ટીમ હાલ ક્રિકેટના મહાસંગ્રામ ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયામાં છે, આ દરમિયાન ભારતીય ટીમ સુપર ફોર્મમાં પણ છે અને હવે છેક સેમિફાઇનલ સુધી પણ પહોંચી ગઈ છે. ત્યારે ભારતીયોમાં પણ આ વાતને લઈને ખુબ જ ઉત્સાહ છે અને ભારતીય ટીમ આ વિશ્વ કપ જીતશે એવી સંપૂર્ણ આશા પણ સેવાઈ રહી છે.

ત્યારે મેદાન પરથી ઘણા બધા વીડિયો પણ સામે આવતા હોય છે, જેમાં ક્રિકેટરોની અવનવી હરકતો પણ જોવા મળતી હોય છે, હાલ પણ એક એવો જ વીડિયો ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જે વીડિયો રોહિત શર્માનો છે પણ પાછળ ભારતીય ટીમના શ્રેષ્ઠ બોલર અશ્વિન વીડિયોમાં કેદ થઇ જાય છે અને તે પણ એવી હરકત કરતા કે તેને જોઈને કોઈપણ હસવા માટે મજબુર થઇ જાય.

વાયરલ થઇ રહેલો વીડિયો ટોસ દરમિયાનનો છે. જેમાં રોહિત શર્મા અને ક્રેગ ઇર્વિન ટોસ માટે ઇયાન બિશપ સાથે ઉભા છે, ત્યારે આ દરમિયાન જ કેટલાક પ્રસંશકોએ જોયું કે આર. અશ્વિન પાછળ અજીબોગરીબ હરકત કરી રહ્યો છે. અશ્વિન પોતાના જેકેટને ઉઠાવે છે. તેના હાથમાં બે જેકેટ છે અને તે બંને જેકેટને વારાફથી સૂંઘી રહ્યો છે, જેના બાદ એક જેકેટને ત્યાં જ નાખી એક જેકેટ હાથમાં લઈને ચાલી જાય છે.

આ આખી ઘટના કોઈએ કેમેરામાં કેદ કરી લીધી અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટરમાં પોસ્ટ કરી દીધો. જેના બાદ તે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયો જોયા બાદ લોકો અલગ અલગ મીમ પણ બનાવી રહ્યા છે. ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે આ સામાન્ય વાત છે દરેક વ્યક્તિએ તેના જીવનમાં કરી હશે તો કોઈને હોસ્ટેલના દિવસની યાદ આવી ગઈ.

Niraj Patel