સાઉથ ઇન્ડિયન બ્યુટી છે ક્રિકેટર રવિંદ્રચંદ્ર અશ્વિનની પત્ની, જીવે છે લક્ઝરી લાઇફ અને ખૂબસુરતી એવી કે હિરોઇનો પણ ફેલ

સાઉથ ઇન્ડિયન બ્યુટી છે અશ્વિનની પત્ની, ખૂબસુરતીમાં બોલિવુડ અભિનેત્રીઓ પણ ફેલ, જીવે છે લક્ઝરી લાઇફ

રવિંદ્રચંદ્ર અશ્વિન ટીમ ઈન્ડિયાના ટોપ સ્પિનરોમાં સામેલ છે. તેણે અત્યાર સુધી ક્રિકેટની દુનિયામાં બોલિંગમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે, સાથે જ તેણે બેટિંગમાં પણ ઘણા પરાક્રમ કર્યા છે. રવિચંદ્રન અશ્વિનની કારકિર્દી સિવાય તેના અંગત જીવન વિશે વાત કરીએ તો, અશ્વિને તેની બાળપણની મિત્ર પ્રીતિ નારાયણ સાથે લગ્ન કર્યા. રવિચંદ્રન અશ્વિન અને પ્રીતિ નારાયણની લવ સ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ છે. રવિચંદ્રન અશ્વિન અને પ્રીતિ નારાયણન બાળપણના મિત્રો છે, બંને એક જ સ્કૂલમાં ભણતા હતા.

શાળા પછી, બંનેએ એક સાથે એક જ કોલેજમાં એડમિશન લીધું, અશ્વિન અને પ્રીતિએ ચેન્નાઈની SSN કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી B.Tech કર્યું છે. સમય જતાં તેમની બાળપણની મિત્રતા ગાઢ બની અને કોલેજના દિવસોમાં બંને પ્રેમમાં પડ્યા. એક તરફ જ્યાં રવિચંદ્રનની પ્રેમ કહાનીની શરૂઆત થઈ રહી હતી તો બીજી તરફ તેની કારકિર્દી ઝડપથી આગળ વધી રહી હતી. અશ્વિને ધીરે ધીરે ભારતીય ક્રિકેટ ટીમમાં મહત્વનું સ્થાન બનાવ્યું અને તેની હાજરી ટીમ માટે જરૂરી બની ગઈ,

જેના કારણે અશ્વિન પાસે તેના અંગત જીવન માટે વધુ સમય બચ્યો ન હતો, પરંતુ પ્રીતિએ હંમેશા અશ્વિનને સપોર્ટ કર્યો. અશ્વિનનો ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો જોઈને તેણે ક્યારેય ફરિયાદ કરી ન હતી. બસ પછી શું હતુ લગ્નનો સમય આવ્યો અને અશ્વિન-પ્રીતિ બંને લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા. પ્રીતિ નારાયણ એ છોકરી છે જેણે સ્પિનરને ક્લીન બોલ્ડ કર્યો હતો. ટોલ, ડાર્ક અને હેન્ડસમ અશ્વિનની ચાહકો ઘણી છોકરીઓ છે,

પરંતુ તેના દિલ પર એક જ છોકરી રાજ કરે છે અને તે છે તેની પત્ની પ્રીતિ નારાયણ. રવિચંદ્રન અશ્વિન અને પ્રીતિ નારાયણની કેમેસ્ટ્રી શાનદાર છે. બંને એકબીજાને દરેક રીતે સપોર્ટ કરે છે. 17 સપ્ટેમ્બર 1986ના રોજ ચેન્નાઈમાં તમિલ ભાષી પરિવારમાં જન્મેલા અશ્વિનને ક્રિકેટની ઝીણવટભરી જાણકારી તેના પિતા પાસેથી વારસામાં મળી હતી. ક્લબ-સ્તરની ક્રિકેટ મેચોમાં પિતાના માસ્ટર-સ્ટ્રોક જોઈને અશ્વિને પણ ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

અશ્વિન અને પ્રીતિએ 2011માં તેમને સંબંધોને આગળ વધારવા માટે એક પગલું ભરવાનું નક્કી કર્યું અને બંનેએ વર્ષની શરૂઆતમાં સગાઈ કરી અને 13 નવેમ્બર 2011ના રોજ ભવ્ય લગ્ન સમારોહમાં એકબીજાના જીવનસાથી બની ગયા. આ કપલે પરંપરાગત તમિલ લગ્ન વિધિ મુજબ લગ્ન કર્યા હતા. અશ્વિન અને પ્રીતિના લગ્ન સમારોહમાં ઘણા ક્રિકેટરોએ હાજરી આપી હતી. અશ્વિને પણ તેની પત્ની સાથે રહેવા અને તેના નવા પરિણીત જીવનનો આનંદ માણવા માટે ક્રિકેટમાંથી થોડો બ્રેક લીધો હતો.

અશ્વિનના લગ્ન બાદ તેના હનીમૂન દરમિયાન ટીમ ઈન્ડિયાના તેના સાથીઓએ તેની સાથે ખૂબ જ રમૂજી હરકત કરી હતી. ટીમના કેટલાક ખેલાડીઓએ તે રાત્રે અશ્વિનના રૂમમાં ઘણી એલાર્મ ઘડિયાળો છુપાવી હતી અને આ એલાર્મ ઘડિયાળોમાં અલગ-અલગ ટાઈમ સેટ હતા, જે આખી રાત વાગતા રહે. પ્રીતિએ લગ્નની છઠ્ઠી એનિવર્સરી પર આ રહસ્ય ખોલ્યું હતું. તેણે અશ્વિનને લગ્નની વર્ષગાંઠ પર અભિનંદન આપતાં આની યાદ અપાવી હતી.

અશ્વિન અને પ્રીતિ 2015માં એક પુત્રીના માતા-પિતા બન્યા હતા. કપલે તેમની પુત્રીનું નામ અખિરા રાખ્યું છે. આ પછી 21 ડિસેમ્બર 2016ના રોજ અશ્વિન અને પ્રીતીની બીજી પુત્રી આ દુનિયામાં આવી, જેનું નામ કપલે આધ્યા રાખ્યુ. જોકે, પ્રીતિએ ચાર દિવસ સુધી આધ્યાના જન્મની માહિતી છુપાવી હતી. 26 ડિસેમ્બરે તેણે સોશિયલ મીડિયા દ્વારા તેની બીજી પુત્રીના જન્મની માહિતી આપી હતી.

Shah Jina