ખબર

ભીની આંખો સાથે આપવામાં આવી કર્નલ આશુતોષને અંતિમ વિદાય, કર્નલની પત્ની અને ભાઈએ આપ્યો અગ્નિદાહ

કાશ્મીરના હંદવાડામાં થેયલા આતંકવાદી હુમલામાં સેનાના 5 જવાનો શહીદ થયા હતા જેમાં 21 રાષ્ટ્રીય રાયફલ્સના કમનડીંગ ઓફિસર કર્નલ આશુતોષ શર્મા પણ હતા. હંદવાડામાં છુપાયેલા મળતાં જ કર્નલ આશુતોષે પોતાની ટિમ સાથે ઘેરાબંધી કરી હતી, 18 કલાક ચાલેલી મુઠભેડમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા, પરંતુ આ મુઠભેડમાં કર્નલ આશુતોષ સાથે બીજા 4 જવાનો પંબ શહીદ થયા હતા.

Image Source

મંગળવારે કર્નલ આશુતોષના પાર્થિવ દેહનો જયપુરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો, તેમના પત્ની પલ્લવી અને મોટા ભાઈ પિયુષ શર્માએ અગ્નિદાહ આપ્યો હતો.  અગ્નિદાહ આપતી વખતે પણ તેમની પત્નીના ચહેરા ઉપર ગર્વ દેખાઈ રહ્યું હતું.

Image Source

આ પહેલા મંગળવારે સવારે 8:30 કલાકે કર્નલ આશુતોષના પાર્થિવ દેહને આર્મી કેમ્પસમાં રાખવામાં આવ્યો હતો, ત્યાં આગળ તેમની માતા અને પત્નીએ પુષ્પચક્ર ચઢાવ્યું હતું, મુખમનત્રી અશોક ગહેલોતે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.  ત્યારબાદ સેનાના જવાનોએ પણ તેમને શ્રદ્ધાનલી અર્પણ કરી હતી. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પોલીસ કમિશ્નર, કલેકટર સમેત ઉચ્ચ અધિકારીઓ તેમજ મન્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Image Source

ત્યાંથી કર્નલ આશુતોષના પાર્થિવ દેહને સ્મશાન લઇ જવામાં આવ્યો, તમેની પત્ની સાથે તેમની 7 વર્ષની દીકરી પણ ઉપસ્થિત હતી, ત્યાં પાર્થિવ દેહ ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી અને ઓફિસરોએ પાર્થિવ દેહ ઉપર લપેટાયેલો તિરંગો તેમની પત્નીને આપ્યો.

તેમની અંતિમ વિદાય સમયે ત્યાં ઉપસ્થિત સૌની આંખોમાં આંસુઓ હતા. કર્નલની પત્નીએ તિરંગાને પોતાની છાતી સરસો જ ચોપી રાખ્યો અને પોતાના પતિની શહાદત ઉપર તેમને પણ ગર્વ અનુભવ્યો, પોતાના આંસુઓને રોકીને તેમને ગર્વ સાથે પતિને અંતિમ વિદાય આપી.

Author: GujjuRocks Team