મનોરંજન

જાણો આશ્રમ-2માં બોલ્ડ સીન કરનારીઅભિનેત્રી કોણ છે, વરુણ ધવન સાથે કરવા માંગતી હતી રોમાંસ

લોકોએ આંખો બંધ કરી દીધી એવા એવા આ હિરોઈને ‘બાબાજી’ જોડે સીન આપેલા, અસલ જીવનમાં આવી દેખાય છે, જુઓ 10 તસ્વીરો

કોરોના કાળની અંદર થિયેટર બંધ છે, ત્યારે ઓનલાઇન વેબ સિરીઝે ફિલ્મો કરતા પણ આગવું સ્થાન મેળવી લીધું છે. વેબ સિરીઝ જોવાના ઘણા લોકો શોખીન છે ત્યારે હાલમાં જ “આશ્રમ” વેબ સિરીઝની બીજી સીઝન પણ દર્શકો માટે રજૂ કરવામાં આવી.

આ વેબ સિરીઝ દર્શકોને ખુબ જ પસંદ પણ આવી રહી છે. ત્યારે તેના પાત્રો અને તેમનો અભિનય પણ દર્શકો વખાણી રહ્યા છે. આ વેબ સિરીઝમાં આશ્રમના બાબાનું પાત્ર અભિનેતા બોબી દેઓલ ભજવી રહ્યો છે. ત્યારે બીજા એક પાત્રમાં અભિનેત્રી ત્રિધા ચૌધરી પણ જોવા મળી રહી છે.

ત્રિધા આ વેબ સિરીઝમાં બાબા સાથે ઘણા જ કામુક દૃશ્યો આપતી જોવા મળે છે. ત્રિધાનું નામ આ વેબ સિરીઝમાં બબીતા છે. તેની સુંદરતા જોઈને પણ તેના લાખો ચાહકો બની ગયા છે. ત્યારે આ અભિનેત્રી કોણ છે તેના વિશે ઘણા લોકો જાણવા માંગે છે.

એમએક્સ પ્લેયરની વેબ સિરીઝ આશ્રમ ઘણી લોકપ્રિય થઈ રહી છે. પ્રકાશ ઝા દ્વારા દિગ્દર્શિત અને બોબી દેઓલ દ્વારા ભજવાયેલ આ સિરીઝમાં ત્રિધા ચૌધરીએ પોતાની ભૂમિકાથી દરેકના દિલ જીતી લીધા છે. આશ્રમ સીઝન 2 માં ત્રિધાએ બોબી દેઓલ ઉર્ફે કાશીરામ બાબા સાથે હોટ સીન્સ આપીને ઇન્ટરનેટ પર સનસનાટી મચાવીદીધી છે.

ત્રિધા ચૌધરીનો જન્મ જન્મદિવસ 22 નવેમ્બરના 1989 કોલકતામાં થયો હતો. ત્રિધા પશ્ચિમ બંગાળની છે. તેને 2013માં બંગાળી ફિલ્મ ‘મિશૌર રોહોસ્યોથી’ પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ત્રિધાએ બંગાળી, હિન્દી, તમિલ, મલયાલમ અને તેલુગુ સહિત અનેક ભાષાઓમાં ફિલ્મો કરી છે.

ત્રિધાએ 2016માં સ્ટાર પ્લસના શો ‘દાહલીજ’થી ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું. ત્રિધા રણબીર કપૂર અને સંજય દત્તની ફિલ્મ ‘શમશેરા’માં પણ જોવા મળશે. આશ્રમ પૂર્વે એમેઝોન પ્રાઈમે વેબ સીરીઝ ‘બંદિશ ડાકુ’ માં કામ કર્યું હતું.

સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસ્વીરોથી ઘણા લોકોના દિલ જીતી લીધા છે. ત્રિધાએ ‘આશ્રમ’ સિરીઝમાં બબીતાની ભૂમિકા ભજવી હતી.જેને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી છે. મીડિયા સાથે વાતચીતમાં ત્રિધાએ કહ્યું હતું કે તે વરુણ ધવનની પ્રેમી છે અને વરૂણ ધવનને રોમાંસ કરવા માંગે છે. આશ્રમની અભિનેત્રીએ કહ્યું કે તેણે વરુણ ધવનને ઇન્સ્ટાગ્રામ પર એક સંદેશ પણ મોકલ્યો છે.

ત્રિધા સોશિયલ મીડિયા ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર એકદમ એક્ટિવ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર ઘણા બોલ્ડ તસ્વીરો પણ શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના દોઢ કરોડથી વધુ ફોલોઅર્સ છે.

ત્રિધાએ બોલ્ડ સીન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે ઘણા લોકોને લાગે છે કે જ્યારે આ સીન શૂટ કરવામાં આવે છે ત્યારે સ્ક્રીન પર જે બનતું હોય તે બન્યું જ હશે. જ્યારે આવું બનતું નથી.

આશ્રમના વિવાદ અંગે અભિનેત્રીએ કહ્યું કે આશ્રમ 2 રિલીઝ થશે કે નહીં તે કોઈ પાર્ટી નક્કી કરી શકશે નહીં. આશ્રમમાં બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય અધ્યયન સુમન અનુપ્રિયા ગોયનકા, અનુરીતા ઝા, હુકુમ સિંઘ પણ છે. આ શો ‘આશ્રમ ચેપ્ટર 2 ધ ડાર્ક સાઈડ’ પર શરૂ થયેલો વિવાદ હજી પણ શાંત થવાનું નામ લેતો નથી. થોડાક દિવસ પહેલા કરણી સેનાએ પ્રકાશ ઝાને લીગલ નોટિસ ફટકારી હતી.

સાથે જ કરણી સેનાએ શો ને બેન કરવા માગણી કરી હતી. ત્યાર બાદ પ્રકાશ ઝાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ તેમની ડિમાન્ડ પર જજમેન્ટ આપનાર કોણ? પહેલી સીઝન 40 કરોડથી લોકોએ જોઈ લીધી છે. તેમને લાગે છે કે આ વાત દર્શકો જ નક્કી કરશે કે સિરીઝથી નેગેટિવિટી ફેલાય છે કે પોઝિટિવિટી?

વધુમાં તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલાં જ ટ્વિટર પર ‘#Arrest_Prakash_Jha’ ટ્રેન્ડ થયું હતું. બાકી ટ્વિટર પર ‘we support karni sena’ તથા ‘#शर्म_करो_प्रकाश_झा’ જેવાં હેશટૅગ ટ્રેન્ડ થયાં હતાં અને ‘આશ્રમ 2’ પર પ્રતિબંધ મૂકવાની માગણી બુલંદ થઈ હતી.