દિલધડક સ્ટોરી લવ-સ્ટોરી લેખકની કલમે

અનાથઆશ્રમ માં મોટો થેયલ ચિરાગ , ચિરાગ અનાથ હતો, એને એના મમ્મી પાપા વિશે કોઈ પણ જાત નો કાઈ ખ્યાલ નહતો

ચિરાગ ચાલતો હતો , ઠંડી હવા એના ગાલ પર ના એ આંસુ ને અડકી અને જતી હતી, એના ગળા સુધી ના લાંબા વાળ એ હવા સાથે ઉડતા હતા , ત્યાં જ ચિરાગ ના આંસુ જોઈ આકાશ એ પણ બિન મોસમ વરસાદ વરસાવી દીધો , ચિરાગ ના એ આંસુ એ વરસાદ ના પાણી સાથે ભળી ને વહી ગયા. આજુ બાજુ ના લોકો વરસાદ થી બચવા આજુ બાજુ ના મકાન , દુકાન નો સહારો લેવો દોડ્યા, પણ ચિરાગ ચાલતો રહ્યો, બસ ચાલતો રહ્યો એ વરસતા વરસાદ માં ભીંજાતો.

અચાનક એનું ધ્યાન રસ્તા ના સાઈડ માં વરસાદ માં મોજ થી ભીંજાતા અને મસ્તી કરતા દસ બાર વર્ષ ના છોકરા છોકરી ના ટોળા પર પડ્યું.

ચિરાગ એને જોઈ પોતાનું બાળપણ યાદ આવી ગયું.

*****

જમનલાલ અનાથઆશ્રમ માં મોટો થેયલ ચિરાગ , ચિરાગ અનાથ હતો, એને એના મમ્મી પાપા વિશે કોઈ પણ જાત નો કાઈ ખ્યાલ નહતો, જમનલાલ અનાથઆશ્રમ માં એના જેવા બીજા ચોવીસ છોકરાઓ અને પંદર છોકરીઓ હતી. કોઈ ચિરાગ થી મોટા તો કોઈ નાના.

પણ ચિરાગ અનાથઆશ્રમ માં રહેનાર બીજા છોકરાઓ જેવો નહતો, બીજા છોકરા છોકરીઓ પોતે અનાથ છે એ વાત ભૂલી અને એનું બાળપણ ખૂબ સારી રીતે વિતાવતા, પણ ચિરાગ દરેક ક્ષણ વિચારતો રહેતો કે જો એનો પરિવાર હોત તો કેટલું સારું હોત.

નાનપણ થી ચિરાગ ભગવાન પાસે એ એક જ પ્રાર્થના કરતો, “મને પરિવાર જોઈએ છીએ , મને એક પરિવાર આપવી દો. ”

ચિરાગ પોતાની દુનિયા માં જીવતો, ન વધુ હસતો ન વધુ બોલતો, બસ થોડો ઉદાસ બની ને ફરતો.
પણ જેની સાથે મન ભળી જતું, એની સાથે ચિરાગ કંઈક અલગ જ બની જતો, અઢળક વાતો કરતો અને ખુલ્લી ને હસતો.

જમનલાલ અનાથઆશ્રમ માં એવા બે વ્યક્તિઓ હતા, જેની સાથે ચિરાગ નું મન ભળી ગયું હતું. એક તો શ્રી જમનલાલ પોતે અને બીજો એના થી બે વર્ષ મોટો મેહુલ.

વર્ષો વીત્યા, જમનલાલ એના ઘડપણ ની અવસ્થા માં પથારી પર પડ્યા એના અંતિમ શ્વાસ ગણતા હતા, 23 વર્ષ નો ચિરાગ સાઈડ માં ગુમસૂમ બેઠો હતો.મેહુલ ચિરાગ પાસે આવ્યો, ચિરાગ એને ભેટી ખૂબ રડ્યો.

હવે ચિરાગ પાસે મેહુલ સિવાય કોઈ પોતાનું કહી શકે એવું બચ્યું નહતું.
પણ કોને ખબર હતી મેહુલ નો સાથ પણ ચિરાગ ના નસીબ માં વધારે નહતો.
એક રોડ એક્સીડેન્ટ માં મેહુલ મેહુલ મૃત્યુ પામ્યો.

પણ જ્યારે ભગવાન બધા દરવાજા બંધ કરી નાખે ત્યારે એક બારી ખોલી આપે. નસીબ નું કરવું અને એ રોડ એક્સીડેન્ટ માં ખુશી ના મમ્મી પાપા પણ મૃત્યુ પામ્યા હતા. અને હોસ્પિટલ માં પેહલી વખત ખુશી અને ચિરાગ એક બીજા ને મળ્યા, ખુશી રડતી હતી અને પેહલી વખત ચિરાગ એ કોઈ છોકરી ને સ્પર્શ કરી એને શાંત કરાવી.

સમય વીતતો રહ્યો , ચિરાગ નું એકલાપણુ દૂર કરવા એના જીવન માં ખુશી પ્રવેશી ચુકી હતી . ખુશી ચિરાગ ને ખૂબ સારી રીતે જાણી ગઈ હતી, અને ચિરાગ ખુશી ને,પચીસ વર્ષ ની ખુશી અને છવ્વીસ વર્ષ ના ચિરાગ એ એના ત્રણ વર્ષ ની મિત્રતા બાદ લગ્ન કરી લીધા, બંને એક બીજા નો સહારો બની ગયા.

અનાથ ચિરાગ ની એ એક પ્રાર્થના ભગવાને સાંભળી લીધી, લગ્ન ને એક વર્ષ વીત્યા બાદ ચિરાગ ને એના જીવન ની સૌથી મોટી ખુશખબરી મળી, ખુશી મા બનવા જઇ રહી હતી અને ચિરાગ બાપ.

આજે ચિરાગ ના જીવન ની બધી ઈચ્છાઓ જાણે પુરી થઈ ગઈ હતી, એ ખુશ હતો.
એ જિંદગી પાસે બીજું કાંઈ ઇચ્છતો નહતો એટલે જિંદગી એ એનો સાથ છોડવા નું મન બનાવી લીધું.
ચિરાગ એ કોઈ જાનલેવા બીમારી ની અડફેટ માં આવી ગયો.જયારે ચિરાગ ને આ વાત ની જાણ થઈ ત્યારે ખુશી ની પ્રગનેન્સી ને ત્રણ મહિના થયા હતા અને ચિરાગ પાસે હવે છ મહિના જ બાકી હતા.
*******

ચિરાગ એ દુઃખી થવા ને બદલે ખુશી ના ભવિષ્ય નો વિચાર કરી એના આવનાર બાળક માટે પિતા શોધવા લાગ્યો.અને એ વ્યક્તિ ચિરાગ ને મળી ગયો, એની સાથે ઓફીસ માં કામ કરતો પાર્થ જેની પેગ્નેન્ટ પત્ની આઠ મહિના પહેલા જ એક એક દીકરી ને જન્મ આપતા જ મૃત્યુ પામી, અને એ દીકરી પણ એની મા સાથે મૃત્યુ પામી ગઈ.

પેહલા ખુશી નારાઝ થઈ, અને ના પાડી પણ ચિરાગ એ એને સમજાવી કહ્યું ,”ખુશી તારા માટે અને આવનાર બાળક બંને માટે એ જરૂરી છે, તું આપણા બાળક નો સહારો બની જઈશ પણ તારો સહારો કોણ બનશે?, અને હું મારા બાળક ને માતા પિતા બંને નો પ્રેમ આપવા માંગુ છું. જેમ હું મારા પરિવાર માટે તડપતો રહ્યો એમ હું મારા બાળક ને પિતા ના પ્રેમ માટે તડપાવા નથી માંગતો. પ્લીઝ મારા માટે માની જા ખુશી .”

ખુશી ચિરાગ ની આ વાત સાંભળી કાંઈ ન બોલી શકી, ચિરાગ એ ખુશી અને પાર્થ બંને ને એક બીજા સાથે જીવન વિતાવવા મનાવી લીધા.

છ મહિના વીત્યા, એક તરફ ખુશી દર્દ થી ચીસો પાડતી હતી અને બીજી તરફ ચિરાગ નો શ્વાસ એનો સાથ ધીરે ધીરે છોડતો હતો.ખુશી અને ચિરાગ બંને હોસ્પિટલ માં એડમિટ થયા, ખુશી એ એક બાળક ને જન્મ આપ્યો.

ચિરાગ હજુ એના છેલ્લા શ્વાસ ગણતો હતો, ત્યાં જ ખુશી અને પાર્થ ચિરાગ પાસે એ બાળક ને લઈ આવ્યા .
ચિરાગ એ તે બાળક ને પોતાના હાથ માં ઉપાડ્યુ અને માથે ધીરે હાથ ફેરવી ને બોલ્યો ,”દીપ”.

ત્યાં જ ચિરાગ ને શ્વાસ લેવા માં તકલીફ પડવા લાગી, પાર્થ એ “દીપ” ને એના હાથ માં થી લીધો. ડોકટર ચિરાગ પાસે આવી પહોંચ્યા એમની ટ્રીટમેન્ટ કરવા લાગ્યા, ચિરાગ ની આ હાલત જોતા ખુશી રડી પડી, પાર્થ ની આંખો માં પણ પાણી હતા.
છેલ્લા સમય માં ચિરાગ એ ખુશી નો હાથ પકડી રાખ્યો, અને મૃત્યુ પામ્યો.

આજે દીપ પાંચ વર્ષ નો થયો, અને એ એના મમ્મી ખુશી અને પાપા દીપ સાથે ખુશહાલ જીવન જીવે છે, અને પાર્થ અને ખુશી પણ એક બીજા સાથે ખુશ છે.

લેખક – મેઘા ગોકાણી

તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!!