અફઘાનિસ્તાનના અરબો રૂપિયા લઈને ભાગેલા અશરફ ગનીની દીકરી અમેરિકામાં જીવી રહી છે આલીશાન જિંદગી, જુઓ તસવીરો

તાલિબાનના ડરથી બાપ દેશ છોડીને ભાગ્યો પણ દીકરી અમેરિકામાં જીવી રહી છે આલીશાન જિંદગી

હાલ અફઘાનિસ્તાન ઉપર તાલિબાન દ્વારા જ્બજો જમાવી લેવામાં આવ્યો છે, ત્યારે તાલિબાનીઓએ કબ્જો જમાવતા પહેલા અફઘાનિસ્તાનના અરબો રૂપિયા લઈને રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા હતા, હવે તેમની દીકરીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જે હાલ અમેરિકામાં રહીને એશોઆરામની જિંદગી જીવી રહી છે.

“ધ ન્યુયોર્ક પોસ્ટ”ના રિપોર્ટ પ્રમાણે 42 વર્ષની મરિયમ બ્રુકલીનના ક્લિન્ટન હિલના પાડોશમાં રહે છે. અમેરિકામા જ જન્મેલી અને ભણેલી મરિયમ વ્યવસાયે એક આર્ટિસ્ટ અને ફિલ્મમેકર છે. મરિયમ અફઘાન મહિલાઓ કરતા સાવ જુદી જિંદગી જીવે છે. તેના પિતાને અફઘાનિસ્તાન છોડીને ભાગવાના થોડા દિવસ બાદ જ તેને ન્યુયોર્કમાં તેની એક મિત્ર સાથે ફરતા સ્પોટ કરવામાં આવી હતી.

મરિયમે હાલમાં અફઘાનિસ્તાનની હાલત ઉપર ટિપ્પણી કરવાની ના પડી છે. જો કે તે અમેરિકાના લોકોને અફઘાનીઓના અધિકાર માટે ઉભા રહેવા જગૃત કરી છે. આ માટે મરિયમ એક વિશેષ કેમપેન પણ ચલાવે છે. હાલમાં જ તેને સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં સવાલ કરતા પૂછ્યું હતું કે આપણે અફઘાનીઓની મદદ કરવા માટે શું કરી શકીએ છીએ ?

અશરફ ગનીની દીકરી મરિયમનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં રહેવા વાળા તેના પરિવાર મીતો અને સહયોગીઓને લઈને ચિંતિત છે. મરિયમ અફઘાનીઓ માટે વિશેષ અપ્રવાસી વિઝામાં ઝડપતા લાવવાના પ્રયાસો ઉપર કામ કરી રહી છે.  પોતાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેને લખ્યું હતું કે, “છેલ્લા કેટલાક દિવસોમાં એકજુટતામાં દેખાવવા વાળા બધા જ લોકોનો આભાર. આ બહુજ જરૂરી છે. મરાઠી જે પણ સંભવ થશે એ હું જરૂર કરીશ.”

બ્રુકલીનમાં પેદા થયેલી મરિયમની દેખરેખ મેરીલેન્ડમાં થઇ હતી. તેનું કેરિયર શિક્ષા અને કલા સાથે જોડાયેલું છે. મરિયમ ન્યુયોર્ક યુનિવર્સીટી અને મેનહટ્ટનના સ્કૂલ ઓફ વિજ્યુઅલ આર્ટ્સમાં અભ્યાસ કર્યો. તેના કામને દુનિયાના ઘણા મ્યુઝિયમમાં બતાવવામાં આવ્યું છે. જાણકારી પ્રમાણે નિર્વાસનમાં ભણેલી ગણેલી મરિયમ પહેલીવાર 2002માં ત્યારે અફઘાનિસ્તાન ગઈ હતી જયારે તે 24 વર્ષની હતી.

Niraj Patel