ખબર

ઘોર કળિયુગ: 9 ધોરણમાં ભણતી પોતાની દીકરીની બહેનપણીને લઈને ભાગી ગયો પિતા, પહેલા પણ કરી ચુક્યો છે બે લગ્ન

2-2 લગ્ન કરી ચૂકેલો પિતા મિત્રની 14 વર્ષની દીકરીને ભગાડી ગયો, પછી થયો મોટો ખુલાસો

આજકાલ કોનો વિશ્વાસ કરવો તે સમજાઈ નથી રહયું, ઘણીવાર પોતાના ઘરની અંદર જ એવા લોકો છુપાયેલા હોય છે કે તે સમયે આવે દગો આપતા હોય છે, ખાસ કરીને જયારે વાત કોઈ બહેન, દીકરી કે મહિલાની આવે. મોટાભગના લોકો તેમના ઉપર ખરાબ નજર રાખતા હોય છે, આવી જ એક ઘટના હાલ સામે આવી છે જેમાં એક દીકરીનો પિતા પોતાની જ દીકરીની સાથે ભણતી 14 વર્ષની બહેનપણીને લઈને ભાગી ગયો.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના પાલી ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશનમાં 9માં ધોરણમાં ભણવા વાળી નાબાલિકને તેનો પડોશી લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ હવે આરોપીની શોધમાં લાગી ગઈ છે. આરોપી પહેલાથી જ પરણિત છે અને તેને એક 12 વર્ષની દીકરી અને 8 વર્ષનો દીકરો પણ છે. આરોપી ડ્રાઈવરનું કામ કરે છે. જે બીજા લગ્ન કરી અને પાલીમાં રહેતો હતો. આરોપી જે કિશોરીને લઈને ભાગ્યો છે તે તેની દીકરીની બહેનપણી છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી પ્રમાણે 38 વર્ષીય આરોપી અશોક સરગરા બીંજાગુડા (મારવાડ જંક્શન)નો રહેવાસી છે. છેલ્લા 6 મહિનાથી તે ટ્રાન્સપોર્ટ નગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. જે વ્યક્તિએ અશોકને ભાડાનું મકાન અપાયુ હતું તેની જ દીકરીને પ્રેમજાળમાં ફસાવી ભાગી ગયો છે.

આ બાબત ત્યારે સામે આવી જયારે કિશોરીના પરિવારજનો સવારે ઉઠ્યા અને કિશોરીને ઘરમાં ના જોતા તેની શોધખોળ ચાલુ કરી, તો બીજી તરફ આરોપીની પત્ની પણ તેના પતિને શોધતી બહાર આવતા સમગ્ર મામલો સામે આવ્યો, આરોપીને ફોન કરતા તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતા તેમને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

તો આરોપીની દીકરી અને કિશોરી બંને બહેનપણીઓ હતી તેથી કિશોરી વારંવાર તેના ઘરે આવતી હતી. તેનો ફાયદો આરોપીએ ઉઠાવ્યો. જયારે કિશોરી ઘરે આવતી ત્યારે ક્યારેક તેને ચોકલેટ તો ક્યારેક આઈસ્ક્રિમ ખવડાવતો હતો. પરિવારજનો અને આરોપીની પત્નીને કિશોરી દીકરીની ઉંમરની હોવાના કારણે કદી આ બાબતે શંકા થઈ નહોતી. પરંતુ કોઈની જાણ બહાર આ ખેલ રચાઈ ગયો અને આરોપી કિશોરીને લઈને ફરાર થઇ ગયો.