“યે રિશ્તા કયા કહેલાતા હૈ”ની નાની ‘નાયરા’એ ખરીદી BMW, કિંમત જાણી આંખો રહી જશે પહોળી

નાની ઉંમરે ખરીદી લીધી લક્ઝુરિયસ BMW , ધમાકેદાર સેલિબ્રેશનની તસવીરો જોઈને દિલ ખુશ થઇ જશે જુઓ

ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની નાની નાયરા અને ટીવી ઇન્ડસ્ટ્રીની જાણિતી અભિનેત્રી અશનૂર કોરે ગઇકાલના રોજ એટલે કે 3 મેના રોજ તેનો 18મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ અવસર પર અશનૂર કૌરે પરિવાર અને મિત્રો માટે એક શાનદાર સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યું હતું. તેણે તેના 18માં જન્મદિવસ પર પોતાને એક લક્ઝરી કાર ગિફ્ટ કરી. અશનૂર કૌરે BMWx3 ખરીદી છે. એક કારની કિંમત લગભગ 45 લાખ રૂપિયા છે. અશનૂરે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર આ કારની તસવીરો શેર કરી છે.

તસવીરોમાં અશનૂર BMWx3 સાથે પોઝ આપતી જોવા મળે છે. એક તસવીરમાં તે તેના પિતા સાથે કેક કાપીને ઉજવણી કરી રહી છે. અશનૂર કૌર દ્વારા આયોજિત બર્થડે પાર્ટીમાં નાના પડદાની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. જેમાં સિદ્ધાર્થ નિગમ, જન્નત ઝુબેર, રોહન મેહરા, પલક સિધવાની, સુરભી અને સમૃદ્ધિનો સમાવેશ થાય છે. હવે અશનૂર કૌર ટીવી ઈન્ડસ્ટ્રીની એવી સેલિબ્રિટીઝની યાદીમાં સામેલ થઈ ગઈ છે જેની પાસે લક્ઝરી કાર છે. અશનૂર કૌર લાંબા સમયથી પોતાના માટે એક આકર્ષક કાર ખરીદવાનું સપનું જોતી હતી.

તેણે માત્ર 18 વર્ષની ઉંમરે પોતાનું સપનું પૂરું કર્યું છે.હર્ષ લિમ્બાચીયા, રશ્મિ દેસાઈ, શાંતનુ મહેશ્વરી, રોહન મેહરા, જન્નત ઝુબેર, નિશા રાવલ અને ઘણી હસ્તીઓએ અશનૂર કૌરની આ તસવીરો પર તેને અભિનંદન પાઠવ્યા હતા. અશનૂર કૌરે ભલે હવે પોતાના પૈસાથી કાર ખરીદી હોય પરંતુ તે પહેલેથી જ ભવ્ય જીવન જીવે છે અને ઘણી મોંઘી વસ્તુઓની શોખીન છે. અશનૂરના 16મા જન્મદિવસે એટલે કે 2020માં માતા-પિતા દ્વારા એક MacBook Air i5 ભેટમાં આપવામાં આવ્યું હતું.

જેની કિંમત 85,000 રૂપિયા છે. અશનૂરે મુંબઈમાં જ બીજું ઘર ખરીદ્યું છે, જેમાં કામ ચાલી રહ્યું છે. અશનૂર કૌરે 5 વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે તેણે 2009ના ટીવી શો ‘ઝાંસી કી રાની’માં પ્રાચીની ભૂમિકા ભજવી હતી. અશનૂર 2020માં ટીવી શો ‘પટિયાલા બેબ્સ’માં જોવા મળી હતી. અશનૂર ‘મનમર્ઝિયાં’ અને ‘સંજુ’ જેવી ફિલ્મોનો પણ ભાગ રહી ચૂકી છે.

હાલમાં અશનૂર કૌર અભિનયથી દૂર ફિલ્મ નિર્માણનો અભ્યાસ કરવા માંગે છે.અશનૂર કૌરે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં નાની નાયરાનું પાત્ર ભજવ્યું હતું અને લોકોએ તેને આ પાત્રમાં ખૂબ પસંદ કરી હતી. અશનૂર કૌરની લેટેસ્ટ તસવીરો જોઈને તમને આશ્ચર્ય થશે કે તે કેટલી મોટી થઈ ગઈ છે અને સાથે સાથે ગ્લેમરસ અને સ્ટાઇલિશ પણ થઇ ગઇ છે. અશનૂર કૌર માત્ર 18 વર્ષની છે પરંતુ તેની ફેન ફોલોઈંગ ઘણી સારી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 8 મિલિયન ફોલોઅર્સ છે.

અશનૂર કૌર પોતાની સ્ટાઇલિશ સ્ટાઇલના કારણે ચર્ચામાં રહે છે. પાર્ટી હોય, સિમ્પલ ફોટોશૂટ હોય કે એરપોર્ટ લુક હોય, અશનૂર કૌર દરેક રીતે લોકોને દિવાના બનાવે છે. અશ્નૂર કૌરના માતા-પિતાએ મુંબઈમાં એક આલીશાન ઘર ખરીદ્યું હતું, જ્યાં તે હાલમાં રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમનું આ ઘર ઘણું મોંઘું હતું. જો કે, અભિનેત્રીએ તેના માતાપિતા માટે મુંબઈમાં મેક્સિમમ સિટીમાં એક ઘર પણ ખરીદ્યું છે, જેનું નિર્માણ ચાલી રહ્યું છે.

ઇ ટાઇમ્સ સાથેની વાતચીતમાં અશનૂર કૌરે કહ્યું હતું કે, “મેં એક નવું ઘર બુક કરાવ્યું છે, જે મારા સપનાનું ઘર છે. તે અત્યારે બાંધકામ હેઠળ છે. તે સારું લાગે છે, કારણ કે તે દર્શાવે છે કે, મોટા થઈને, તમે તમારા પોતાના પર કામ કરી રહ્યા છો. મહેનત ફળ આપે છે. ઘર જલ્દી તૈયાર થઈ જશે.” 12મા ધોરણની પરીક્ષામાં 94 ટકા ગુણ મેળવનારી અભિનેત્રી પાસે લક્ઝુરિયસ મર્સિડીઝ-બેન્ઝ ઈ-ક્લાસ પણ છે.

Shah Jina