60 વર્ષની ઉંમરે દુલ્હો બન્યા આ એક્ટર, લગ્નની તસવીર આવી સામે- ઘણી ફિલ્મોમાં નિભાવ્યા છે વિલનના રોલ

60 વર્ષીય દાદાની ઉંમરે આ વિલન ઘોડી પર ચડ્યો, સુંદર યુવતી સાથે કર્યા લગ્ન, જુઓ

Ashish Vidyarthi Marriage: ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવનાર ફેમસ એક્ટર આશિષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઉંમરે લગ્ન કર્યા છે. આશિષે આસામની રહેવાસી રૂપાલી બરુઆ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. અભિનેતાના આ બીજા લગ્ન છે. અહેવાલ અનુસાર, આ લગ્નમાં આશિષ વિદ્યાર્થીના પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો જ સામેલ થયા હતા.

એવા અહેવાલ છે કે અભિનેતા ટૂંક સમયમાં એક રિસેપ્શન પાર્ટી યોજશે અને તેની ખુશીમાં ભાગ લેવા માટે અન્ય સંબંધીઓ અને મિત્રોને આમંત્રણ આપશે. આશિષ વિદ્યાર્થીએ રૂપાલી સાથે કોલકાતામાં લગ્ન કર્યા હતા. આશિષની બોલિવૂડમાં એક ખાસ ઓળખ છે, તો બીજી તરફ તેની દુલ્હન રૂપાલી આસામમાં ફેશન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે.

રૂપાલી ગુવાહાટીની રહેવાસી છે અને તેનો ફેશન સ્ટોર કોલકાતામાં છે. અભિનેતાના લગ્નના સમાચાર સામે આવ્યા બાદ ફેન્સ અને સેલેબ્સ તરફથી અભિનંદનની વર્ષા પણ શરૂ થઈ ગઈ. અભિનેતાના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેને જોઈને લોકો પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

ઈન્ટરનેટ પર આ તસવીરો સામે આવતા જ તે આગની જેમ ફેલાઈ ગઈ હતી.લગ્ન પછી આશિષ વિદ્યાર્થિએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું- ‘જીવનના આ તબક્કે લગ્ન કરવા એ એક અસાધારણ લાગણી જેવું લાગે છે. અમે સવારે કોર્ટ મેરેજ કર્યા છે અને સાંજે ગેટ-ટુગેધર કરીશું. પોતાની લવ સ્ટોરી વિશે વાત કરતા આશિષે કહ્યું કે આ એક લાંબી સ્ટોરી છે, તેના વિશે ફરી વાત કરીશું.

જ્યારે લગ્નને લઈને નવી વહુ રૂપાલીએ કહ્યું- ‘અમે થોડા સમય પહેલા મળ્યા હતા અને સંબંધને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. આશિષ વિદ્યાર્થીની વાત કરીએ તો તેણે 11 ભાષાઓમાં 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. હિન્દી ઉપરાંત તમિલ, કન્નડ, મલયાલમ અને અંગ્રેજી ભાષાનો પણ સમાવેશ થાય છે. ફિલ્મોની વાત કરીએ તો તે ‘બિચ્છુ’, ‘જિદ્દી’, ‘અર્જુન પંડિત’, ‘વાસ્તવ’, ‘બાદલ’ જેવી ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી ચૂક્યા છે.

Shah Jina