મનોરંજન

માંદગી અને પૈસાની તંગીને કારણે સંઘર્ષ કરી રહેલા ટીવી એક્ટર આશિષે કહ્યું – ‘ભગવાન મને ઉઠાવી લે’ અને

‘સસુરાલ સિમર કા’ અને ‘કુછ રંગ પ્યાર કે એસે ભી’ માં કામ કરનાર કરી ચૂકેલા અભિનેતા આશિષ રોય આજકાલ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. સસુરાલ સિમર કાના એક્ટર આશિષ રોયને ખરાબ તબિયતને કારણે ગોરેગાંવની એસઆરવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Image Source

54 વર્ષીય આશિષ તેમના જીવનથી એટલા પરેશાન થઇ ચુક્યા છે કે તેમને સોશિયલ મીડિયા પર ભગવાન પાસેથી મોતની માંગણી કરી છે. તાજેતરમાં આશિષે સોશિયલ મીડિયા પર હોસ્પિટલની એક સેલ્ફી શેર કરી હતી. તસ્વીરમાં તેણે એક હાથમાં કોફીનો મગ પકડી રાખ્યો છે. તસ્વીર શેર કરતી વખતે આશિષે લખ્યું- સવારની કોફી, ખાંડ વિનાની, આ સ્મિત તો મજબૂરીમાં છે, ભગવાન મને ઉઠાવી લે.

પોતાના સ્વાસ્થ્ય વિશે આશિષ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ચાહકોને અપડેટ્સ આપતા રહે છે. આ પહેલા આશિષે તેમના ગાજર સૂપનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને લખ્યું – આ ગાજરનો સૂપ હોવો જોઈએ, ગઈ કાલના ભીના અને બચેલા કાર્ડબોર્ડનો સ્વાદ પણ આના કરતા સારો હશે.

આશિષની પોસ્ટ મુજબ ચાર દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ તેમને રજા આપવામાં આવી છે. તેમને હોસ્પિટલનાં ગાઉનમાં એક તસ્વીર શેર કરી હતી. તેમને તસ્વીર શેર કરતી વખતે લખ્યું- 4 દિવસ પછી રજા આપવામાં આવશે. પહેલા કરતા વધુ સ્વસ્થ પણ નબળું લાગી રહ્યું છે. પાઠ શીખ્યો અને ધૂમ્રપાનના દિવસો ખતમ થયા. જણાવી દઈએ કે, વોટ રીટેન્શનની સમસ્યાને કારણે આશિષને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા દ્વારા હોસ્પિટલમાં દાખલ થવાની માહિતી પણ આપી હતી.

એક વેબસાઇટ સાથેની વાતચીતમાં આશિષે પોતાના જીવનના ખરાબ તબક્કા વિશે વાત કરી. તેમણે કહ્યું, ‘મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, મારી હાલત સારી નથી. મારી કિડની કામ નથી કરી રહી અને 9 લિટર પાણી મારા શરીરમાં જમા થઈ ગયું છે જે શક્ય તેટલું વહેલું બહાર કાઢવું ખૂબ જ જરૂરી છે. ડોક્ટરોએ દવાઓ આપી છે. 4 લિટર પાણી પણ કાઢી નાખ્યું છે પરંતુ 5 લિટર પાણી હજી બાકી છે. ચાલો જોઈએ શું થાય છે.

જ્યારે આશિષને પૂછવામાં આવ્યું કે શું તેને ડાયાલિસિસની જરૂર છે, તો તેણે કહ્યું, ડોકટરો તે નક્કી કરશે. આશિષે આગળ કહ્યું, હું એકલો છું અને મારી સંભાળ લેનાર કોઈ નથી. મેં લગ્ન પણ નથી કર્યા. એકલા બહુ મુશ્કેલી થાય છે. જીવન સરળ નથી.

Image Source

આશિષને 2019ના શરૂઆતના મહિનામાં લકવો થયો હતો. આશિષે કહ્યું, હું લકવાના સ્ટ્રોક પછી સાજો થઇ ગયો હતો પરંતુ મને કામ મળ્યું નહિ. હું હાલમાં મારી બચત પર જિંદગી જીવી રહ્યો છું પણ તે પણ ખતમ થવાની છે. હું કોલકાતામાં મારી બહેન પાસે શિફ્ટ થઇ જઈશ પણ ઈન્ડસ્ટ્રીમાંથી કોઈએ મને કામ આપવું પડશે, નહીંતર તમે જાણો છો કે શું થશે.

આશિષ એક વોઇસ ઓવર આર્ટિસ્ટ પણ છે અને તેમને હોલિવૂડની ફિલ્મ જોકરના હિન્દી વર્ઝનમાં પણ પોતાનો અવાજ આપ્યો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.