ગુજરાત ટાઇટન્સની ટીમને જીત સુધી પહોંચાડનારા આશિષ નહેરાનું દિલ આવી ગયું હતું આ ગુજરાતણ પર, 15 મિનિટમાં જ બનાવી લીધો લગ્નનો પ્લાન

ગુજરાત ટાઇટન્સ તેની પ્રથમ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરીને IPL ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. ગુજરાત ટાઇટન્સની આ સફળતામાં મુખ્ય કોચ આશિષ નહેરાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ‘નેહરાજી’ દ્વારા બનાવવામાં આવેલી શાનદાર વ્યૂહરચના સામે દિગ્ગજ ટીમો ધ્વસ્ત થઈ ગઈ.

ભારતના પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નહેરાની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે. ‘નેહરાજી’ના લગ્ન રુશ્મા સાથે થયા હતા, જે એક કલાકાર છે. 2002માં ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન રૂશ્મા ઓવલમાં મેચ જોવા આવી હતી, જ્યાં આશિષ નહેરા રૂશ્માને દિલ આપી બેઠા થા . આ પછી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ.

આશિષ નહેરા પણ રૂશ્માને પસંદ કરવા લાગ્યા અને બંને એકબીજાને અવારનવાર મળવા લાગ્યા. ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. સાત વર્ષ સુધી ગુપ્ત રીતે ડેટિંગ કર્યા બાદ આશિષ નેહરાએ તેના પરિવારના સભ્યોને આ વાત કહી. 23 માર્ચ 2009ના રોજ જ્યારે નેહરા તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે તેના મગજમાં લગ્ન કરવાનો વિચાર આવ્યો.

જ્યારે આશિષ નહેરાએ રૂશ્માને આ વાત કહી તો તેને લાગ્યું કે તે મજાક કરી રહ્યો છે અને તેણે જવાબ ન આપ્યો. પરંતુ જ્યારે નેહરાજીએ બીજા દિવસે ફરી એ જ પ્રશ્ન પૂછ્યો તો તે સહમત થઇ. આશિષ નેહરાએ પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે લગ્નનું આયોજન માત્ર 15 મિનિટમાં કરવામાં આવ્યું હતું અને લગ્ન એક અઠવાડિયામાં જ થઈ ગયા હતા.

26 માર્ચ 2009ના રોજ રૂશ્મા તેની માતા સાથે દિલ્હી પહોંચી હતી. ત્યારબાદ 2 એપ્રિલ 2009ના રોજ આશિષ નેહરા અને રૂશ્મા લગ્નના બંધનમાં બંધાઈ ગયા. તેમના લગ્નના બે વર્ષ બાદ ભારતે 2011માં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આશિષ નેહરા અને રૂશ્મા દીકરી એરિયાના અને દીકરા આરુષના માતા-પિતા છે.

આશિષ નેહરાએ વર્ષ 1999માં શ્રીલંકા સામેની ટેસ્ટ મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ડાબોડી ફાસ્ટ બોલર નેહરાએ 17 ટેસ્ટ, 120 ODI અને 27 T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. આ દરમિયાન આશિષ નેહરાએ ટેસ્ટ ક્રિકેટમાં 44 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત તેમના નામે ODI અને T20 ઇન્ટરનેશનલમાં અનુક્રમે 157 અને 34 વિકેટનો રેકોર્ડ છે.

આશિષ નેહરાએ 2003 વર્લ્ડ કપ દરમિયાન ડરબનમાં ઈંગ્લેન્ડ સામે 23 રન આપીને છ વિકેટ લીધી હતી, જે આજે પણ ભારતીય ચાહકોના મનમાં છે. આશિષ નેહરા 2011ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો પણ સભ્ય રહી ચુક્યા છે, જ્યાં તેમણે સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે, ઈજાના કારણે તે ફાઈનલ મેચ રમી શક્યા નહોતા.

Niraj Patel