ખબર મનોરંજન

‘સસુરાલ સીમર કા’ સિરિયલના એક્ટર આશિષ રોયનું નિધન, કિડનીની સમસ્યાથી હતા પરેશાન

લાગે છે 2020નું વર્ષ બહુ જ ખરાબ રીતે વીતી રહ્યું છે. એક બાદ એક સિતારાઓ આ દુનિયાને અલવિદા કહી રહ્યા છે. હાલમાં જ સમાચાર મળી રહ્યા છે કે, સસુરાલ સીમર કા ફેમ ટીવી એક્ટર આશિષ રોયએ મંગળવારે  ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. 55 વર્ષીય આશિષનું નિધન કિડની ફેલ થવાથી થયું હતું. આશિષ લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યો હતો. આશિષ પાસે ઈલાજ માટે પર્યાપ્ત પૈસા ના હતા. સોશિયલ મીડિયા દ્વારા ઈલાજ માટે પૈસા માંગ્યા હતા.

Image source

જણાવી દઈએ કે, આશિષ રોય નાના પડદાનો જાણીતો એક્ટર હતો. તે ટીવી સિરિયલ બનેગી અપની બાત, રિમિક્સ, કુછ રંગ પ્યાર કે ઐસે ભી અને જીની ઔર જુજુ જેવી સીરિયલમાં નજરે આવ્યો હતો.

Image source

આશિષે મે મહિનામાં ફેસબુક પર બે પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું, “ડાયાલિસિસ માટે તમારા પૈસાની તાત્કાલિક જરૂર છે. હું આઈસીયુમાં છું અને ખૂબ બીમાર છું.” આના પર ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ ટ્વિટર દ્વારા અભિનેતા માટે ફિલ્મ સંગઠનોની મદદ માંગી હતી.

Image source

આ પછી જૂનમાં આશિષ રોયે તેના મિત્ર સૂરજ થાપર દ્વારા સલમાન ખાનને મદદ માટે વિનંતી કરી. સૂરજે જણાવ્યું હતું કે છેલ્લી વખત જ્યારે આશિષ 2019 માં બીમાર પડ્યો હતો ત્યારે સિન્ટાએ પણ તેની મદદ કરી હતી. પરંતુ આ વખતે આશિષે સિન્ટા સાથે સંપર્ક કર્યો નથી. આ વખતે તેણે ફેસબુક પર સૌથી વધુ અપીલ કરી અને તેનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

#CINTAA expresses its deepest condolence on the demise of Shri Ashiesh Roy (Member since: January 2003)

@…

Posted by Cine & TV Artistes’ Association on Monday, November 23, 2020

તેમણે વધુમાં કહ્યું, અહીં કોઈ એવી સંસ્થા અથવા ક્લબ હોવી જોઈએ કે જે આ તબીબી સમસ્યાને સમજી શકે. તે તેમના માટે થોડું સરળ પણ બનશે કારણ કે ફક્ત ડોકટરો જ કહી શકે છે કે તેઓનો ડાયાલિસિસ કેટલો સમય ચાલશે.