Ashesh Shailesh Mehta And Wife Shivangi Arrest : ઇન્ટરનેટ પર લોકોને ઈન્વેટમેન્ટ સામે વળતરની લાલચ આપીને મોટા પ્રમાણમાં છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં મુંબઇની આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારીઓએ 160 કરોડ રૂપિયાની રકમ ફ્રીઝ કરી હતી. મહેતા દંપતીએ ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત અને ધાનેરા સહિતના શહેરોમાં અનેક લોકોને ટાર્ગેટ બનાવ્યા હતા. કુલ નફાની સામે 70 ટકા નફો આપવાનું કહીંને DIFM એપ્લિકેશન દ્વારા ID બનાવીને ઓનલાઈન કરોડો રૂપિયા પડાવ્યા હતા.
ધરપકડની માહિતી મળતાં, ગુજરાત અને પંજાબ પોલીસે આ મહિનાની શરૂઆતમાં શૈલેષ મહેતા (71)ની ધરપકડ કરી હતી. શૈલેષ મહેતા આશિષના પિતા છે. અમદાવાદના એક વૃદ્ધાશ્રમમાંથી પોલીસે તેમની ધરપકડ કરી હતી. દંપતીની શોધ માટે ટીમો સતત કામ કરી રહી હતી. આ બધું 26 જૂને એફઆઈઆર સાથે શરૂ થયું. કેસ EOWને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. મહેતા દંપતી સામે 151 ફરિયાદીઓએ ફરિયાદ કરી હતી. હેગડે મારફત ફરિયાદકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે મહેતા દંપતી દ્વારા છેતરપિંડી કર્યા બાદ સમગ્ર ભારતમાં 6,000 થી વધુ રોકાણકારોએ તેમની મહેનતની કમાણી ગુમાવી દીધી છે.
મહેતાઓ MPID અને અન્ય કાયદા હેઠળ ફરિયાદોનો સામનો કરી રહ્યા છે. તેમની ધરપકડ સાથે, EOW એ હવે સંકેત આપ્યો છે કે તેઓ તેમના સ્થિર ભંડોળ અને જપ્ત કરાયેલી મિલકતોને મુક્ત કરવાના પ્રયાસો કરશે, જેનો નિકાલ કાયદા અનુસાર ધીમે ધીમે રોકાણકારોના લેણાં ચૂકવવા માટે થઈ શકે છે. મહેતાઓને મુંબઈ અને મધ્યપ્રદેશ પોલીસના લૂક આઉટ પરિપત્રોનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત અને પંજાબ પોલીસ પણ તેમના રાજ્યોમાં ફરિયાદોની તપાસ માટે તેની કસ્ટડી ઇચ્છતી હતી.
જોકે, અધિકારીએ કેસના વિવિધ પાસાઓ પર મૌન સેવ્યું હતું જેથી તેમના સાથીદારોને ગુપ્ત માહિતી ન મળે. આશરે રૂ. 174 કરોડની જંગી રકમ કૌભાંડી દંપતીના સહયોગીઓ અથવા અન્ય સંસ્થાઓના અનેક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ તમામની તપાસ કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બરમાં, મુંબઈ પોલીસે કાંદિવલી, ગોરેગાંવ અને સાંતાક્રુઝમાં પાંચ મુખ્ય રહેણાંક મિલકતો જપ્ત કરી હતી, ગુમ થયેલા દંપતી અને તેમની કંપનીઓના 11 બેંક ખાતા, કુલ રૂ. 175 કરોડ.