રસ્તા પર ઝાડૂ લગાવનાર આશા કંડારા બની ડેપ્યુટી કલેક્ટર, આખી સ્ટોરી જાણીને સલામ કરવાનું મન થશે

મેરેજના 5 વર્ષ પછી પતિએ તરછોડી, 2 વર્ષ સુધી રસ્તા પર ઝાડું પણ માર્યું- આજની બેસ્ટ સ્ટોરી વાંચો અને આગળ વધારો

મહેનત, લગન અને આત્મવિશ્વાસ. આ માત્ર શબ્દો નથી. તે જીવન જીવવાની રીત છે, આ જ પોઝિટિવ અપ્રોચથી એક નગર નિગમ સફાઇકર્મીએ એ કરી બતાવ્યુ છે, જેનું સપનું દેશના કરોડો યુવાઓ જુએ છે. ઘણીવાર એવી ખબરો આવે છે કે, કોઇ રિક્ષા વાળા, કોઇ ઢાબા વાળા કે કોઇ અન્યના દીકરા-દીકરીઓએ કોઇ પ્રતિષ્ઠિત પ્રતયોગી પરિક્ષા પાસ કરી લીધી. પરંતુ આજે એક એવી ખબર સામે આવી છે, જે સાંભળીને તમારી છાતી પણ ગર્વથી ફુલાઇ જશે.

રાજસ્થાન પ્રશાસનિક સેવામાં મહેનત અને લગનના દમ પર જોધપુરના રસ્તા પર ઝાડૂ લગાવનાર નગર નિગમ કર્મચારી આશા કંડારાનું ચયન એક મિસાલ બની ગઇ છે. 8 વર્ષ પહેલા પતિ સાથે અનબન બાદ તેણે બાળકોના પાલન પોષણની જવાબદારી નિભાવતા ગ્રેજ્યુએશન કર્યુ અને તે બાદ પરિક્ષાના 12 દિવસ બાદ જ તેની નિયુક્તિ સફાઇ કર્મચારીના પદ પર થઇ. જો કે, તેને પરિણામ માટે 2 વર્ષ રાહ જોવી પડી અને આ દરમિયાન તે રસ્તા પર ઝાડૂ લગાવતી રહી, પરંતુ હિંમત ના હારી.

RASમાં પસંદગી થવા પર આશા ઘણી ખુશ છે. તેણે નક્કી કરી લીધુ છે કે, તેને ઓફિસર જ બનવું છે. આશાને પરિક્ષા આપ્યા બાદ વિશ્વાસ હતો કે તેની પસંદગી જરૂર થશે. આશા કંડારાએ RAS પરિક્ષા 2018માં ઘણી મહેનત બાદ 728મી રૈંક પ્રાપ્ત કરી.

આશા જોધપુરની રહેવાસી છે. ટ્રેનિંગ બાદ SDMના પદ પર તેની પોસ્ટિંગ થશે. આશા કંડારાની કહાની હકિકતમાં પ્રેરણા આપનાર છે. આશા માટે સફરનો અંત આ નથી, તે IAS બનવા ઇચ્છે છે. તે IAS માટે તૈયારી જારી રાખશે.

Shah Jina