નિર્ભયાના દોષિતોની આગામી 20 માર્ચ ફાંસીના માંચડે લટકવી દેવામાં આવશે. દિલ્લીની પટિયાલા કોર્ટે ચોથી વાર ડેથ વોરંટ જાહેર કરી દીધું છે. દોષિતો કોઈ પણ રીતે ફાંસી ટળવાની કોશિશ કરી રહ્યા છે. આ વચ્ચે નિર્ભયાની માતા આશાદેવીએ કહ્યું હતું કે, 20 માર્ચની અવારે અમારા માટે જીવનની એક નવી સવાર હશે. દોષિતોને ફાંસી આપવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ સાથે જ આશાદેવીએ કહ્યું હતું કે, મોકો મળશે તો તે દોષિતોને પણ મરતા જોવા માંગશે.

આ કાનૂનના જણાવ્યા મુજબ નિર્ભયાની માતા ફાંસીને જોઈ શકે છે ? ફાંસીને કોણ જોઇ શકે છે? આ બાબતે અમે તમને જણાવીશું.
જેલમાં કેવી રીતે કેદીઓને રાખવામાં આવે, ફાંસી કેવી રીતે આપવામાં આવે. જેના માટે એક જેલ મેન્યુઅલ હોય છે. દરેક રાજ્યમાં જેલ મેન્યુઅલ અલગ-અલગ હોય છે.

નિર્ભયાના દોષિતોને દિલ્લીની તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવશે. દિલ્લીની જેલ મેન્યુઅલના હિસાબથી ફાંસી આપવામાં આવશે. ફાંસી અપાય પહેલા 14 દિવસનો સમય આપવામાં આવે છે જેથી તે આ સમય દરમિયાન તેના પરિવાજનોને મળી શકે અને માનસિક રીતે તૈયાર થઇ શકે.
જો ગુનેગાર ઈચ્છે તો ફાંસીના સમયે પંડિત, મૌલવી અને પાદરી પણ હાજર રહી શકે છે. ફાંસી વાળી જગ્યા પર જેલ સુપ્રિટેન્ડેન્ટ, મેજિસ્ટ્રેટ અને મેડિકલ ઓફિસર હાજર રહી શકે છે.

ફાંસીનું સાક્ષી કોણ બનાવી શકે છે? તેનું જેલ મેન્યુઅલ નક્કી કરી શકે છે. બધા જ રાજ્યમાં જેલ મેન્યુઅલ હોય છે. સામાન્ય રીતે 2 જેલ મેન્યુઅલ હોય છે. બોમ્બે જેલ મેન્યુઅલ કહે છે કે, જે પીડિત પરિવાર છે તેના પુરુષ સદસ્ય હાજર રહી શકે છે. વધુમાં 12 લોકો ફાંસીના સાક્ષી બની શકે છે. એટલે કે, સામાન્ય માણસોને ફાંસી દેખાડવામાં આવશે.
બાકી જેલમાં ફાંસી દેખાડવાની મનાઈ છે. પરંતુ ઘણા જેલવાળા ખતરનાક આરોપીઓને ફાંસી દેખાડે છે જેને મોતની સજા ના મળી હોય. ફાંસી એટલા માટે દેખાડવામાં આવે છે કે, ખતરનાક કેદીઓમાં ડર બેસાડવામાં માટે ફાંસી આપવામાં આવે છે. મહિલાઓને કોઈ પણ જેલમાં ફાંસીની સાક્ષી બનવા માટે મંજૂરી નથી મળતી.

એટલે કે, નિર્ભયાની માતા તેની દીકરી અને દોષિતોને ફાંસીના માચડે લટકતા નહીં જોઈ શકે. જેલ મેન્યુઅલથી વિરુદ્ધ જઈને જેલ પ્રશાસન કંઈ કરવા માંગે તો પણ ના કરી શકે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.